સોનમની વધુ એક ફિલ્મને આ વર્ષે રજૂ કરવા તૈયારી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

મુંબઇ : અભિનેત્રી સોનમ કપૂર લગ્ન કર્યા બાદ પણ ફિલ્મોમાં વ્યસ્ત બનેલી છે.  તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. હાલમાં તે વધુ બે ફિલ્મોને લઇને વ્યસ્ત છે. સોનમ કપુર સૌથી પહેલા વીર ધ વિડિંગમાં નવા વર્ષે નજરે પડી છે. આ ફિલ્મ પહેલી જુનના દિવસે જારી કરવામાં આવ્યા બાદ  સંજુ નામની ફિલ્મ  રજૂ કરવામાં આવી હતી. હવે ફિલ્મ એક લડકી કો દેખા તો એશા લગા ફિલ્મ ૧૨મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં તે અનિલ કપુર અને રાજકુમાર રાવ સાથે દેખાશે. સંજય દત્તની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં, તે કામ કરી રહી છે. 

સોનમ કપુર ફેશનની દુનિયામાં મોટા નામ તરીકે છે.  વર્ષ ૨૦૦૭માં બોલિવૂડમાં પદાર્પણ કર્યા પછી તેની છાપ અદાકાર કરતાં ફેશનિસ્ટ તરીકેની વધુ  રહી છે. પણ તેની  ફિલ્મ નીરજા પછી સોનમે પુરવાર કરી બતાવ્યું કે તે ફેશન બાબતે જેટલી ગંભીર છે તેટલી જ ગંભીર ફિલ્મોમાં ભૂમિકાને લઇને પણ રહી છે. નીરજા ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાથી તમામ લોકો પ્રભાવિત થયા હતા.

સોનમ કપુરે સાબિતી આપી હતી કે તે  પારંગત  અભિનેત્રી તરીકે પણ છે. વર્ષ ૨૦૦૭માં અભિનય કારકિર્દીની સોનમ કપુરે શરૂઆત કરી હતી.  ત્યારથી લઇને હજુ સુધી ઘણી બાબતો શીખી છે. તેનુ કહેવુ છે કે આપણે આપણા જીવનના પ્રત્યેક અનુભવમાંથી કાંઇક શીખતા હોઇએ છીએ. સોનમ કપુર બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માંગે છે. પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં કામ કર્યા બાદ લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ગયેલી સોનમ કપુર પોતાની અભિનય કારકિર્દીના પગથિયાં વિશે કહે છે કે દિલ્હી-૬ (૨૦૦૯), આયશા (૨૦૧૦), અને રાંઝણાં (૨૦૧૩) કેરિયરની ઇમારત બનાવવા માટેની હતી.

અલબત્ત, રાઝણાં પછી લોકો ગંભીરતાથી  લેવા લાગ્યા હતા. ખૂબસુરત (૨૦૧૪) પછી લોકો  વિશ્વાસ રાખવા લાગ્યા હતાં.  સોનમ કપુરની ઓળખ બોલિવુડમાં અભિનેત્રી કરાતા વધારે ફેશનિસ્ટ તરીકે થઇ છે. ફેશનની દુનિયામાં તેની સતત નોંધ લેવામા આવે છે. તે બોલિવુડની હાલની સૌથી મોંઘી સ્ટાર પૈકીની એક તરીકે છે. અનિલ કપુરની પુત્રી માને છે કે તે બોલિવુડમાં એક અલગ ઓળખ ઉભી કરવામાં ચોક્કસપણે સફળ રહેશે. સોનમ  પાસે ફિલ્મો ઉપરાંત અનેક જાહેરોત પણ છે.

જેમાં મોટા ભાગની મોટી કંપનીઓની છે. સોનમ કપુર હવે લગ્નની તૈયારીમાં પણદેખાઇ રહી છે. સોનમ કપુરે સાંવરિયા ફિલ્મ મારફતે બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. જેમાં મહેમાન કલાકારમાં સલમાન ખાન પણ હતો.  સોનમ કપુરે હાલમાં જ તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કરી લીધા હતા. તે પણ કેટલીક રીતે જાણીતો રહ્યો છે. લગ્ન કર્યા બાદ સોનમ તેની પાસે રહેલી બાકી ફિલ્મોને સૌથી પહેલા પૂર્ણ કરી રહી છે. સંજુ ફિલ્મમાં તેની ટુંકી પરંતુ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.

Share This Article