નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં અન્ય બેંકોના મર્જરની પ્રક્રિયા બાદ હવે સરકાર અન્ય ત્રણ બેંકોના મર્જરને લઇને પણ તૈયારીમાં છે. ટુંક સમયમાં જ ત્રણ અન્ય બેંકોનુ વિલિનિકરણ કરવામાં આવનાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર પંજાબ નેશનલ બેંક ઓરિયન્ટલ બેંક ઓફ કોમરસ્ તેમજ પંજાબ એન્ડ સિંધ બેંકનેને વિલિન કરવાની ઇચ્છા ધરાવે છે. જા કે આ સંબંધમાં નાણાં પ્રધાન અરૂણ જેટલી સ્વદેશ પરત ફર્યા બાદ અંતિમ નિર્ણય કરવામાં આવશે. એવો અંદાજ છે કે આ ત્રણ બેંકોના મર્જ થવાના કારણે નવા બેંકની કુલ જમા રકમનો આંકડો ૧૬.૫ લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી જશે. જેમાં ડિપોઝિટ ૯.૬ લાખ કરોડ રૂપિયા અને લોન સાત કરોડ કરોડનો સમાવેશ થાય છે. પાંચ સહાયક બેંકો અને ભારતીય મહિલા બેંકને હાલમાં એસબીઆઇ અને બેંક ઓફ બરોડામાં મર્જ કરવાની પ્રક્રિયા યોજાઇ ચુકી છે.
બેક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકને મર્જ કરવામાં આવી ચુકી છે. આને મોટી સફળતા તરીકે જાવામાં આવે છે. હવે આરબીઆઇને વિશ્વાસ છે કે ત્રણ બેંકોના મર્જરને પણ મોટી સફળતા હાથ લાગશે. આ ત્રણેય બેંકો હાલમાં કેટલીક સમસ્યાનો સામનો કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં કેટલી નવી સમસ્યા ઉભી થઇ શકે છે.
સુત્રોનુ કહેવુ છે કે જ્યાં સુધી આ બેંકો વસુલીને લઇને યોગ્ય રસ્તા પર આવતા નથી ત્યાં સુધી સરકાર કોઇ પણ નિર્ણયને લઇને રાહ જાશે. એમ માનવામાં આવે છે કે આ ત્રણેય બેંકોના ગ્રાહકોને નવી બેંકમાં પોતાના ખાતા નવેસરથી ખોલવાના રહેશે. આના કારણે પેપર વર્કની કામગીરી વધારે મુશ્કેલરૂપ બની જશે. આવનાર દિવસોમાં આની ચર્ચા રહી શકે છે. બેંકોની કામગીરીને વધારે અસરકારક બનાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે.