સિલ્ક સ્મિતા બાદ શકીલા પર ફિલ્મ બનાવવા તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: દક્ષિણ ભારતની સેક્સ બોંબ સિલ્ક સ્મિતા પર ડર્ટી પિક્ચર બનાવવામાં આવ્યા બાદ હવે દક્ષિણ ભારતની જ અન્ય એક સ્ટાર શકીલા પર ફિલ્મ બનાવવામાં આવનાર છે. આના માટે લીડ રોલ માટે રિચા ચડ્ડાની પસંદગી કરવામાં આવી છે.  ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સિલ્ક સ્મીતા બાદ હવે શકીલાની બાયોપિક પર ફિલ્મ બનાવવામાં આવનાર છે. આની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને સેક્સ સિમ્બોલ તરીકે રહેલી રિચા ચડ્ડાની પસંદગી શકીલાના રોલ માટે કરવામાં આવી ચુકી છે.

જો કે આ સંબંધમાં વધારે માહિતી જાહેર કરવામાં આવી હતી. અન્ય તમામ કલાકારોની પસંદગી હજુ કરવાની બાકી છે. શકીલાની બાયોપિક ફિલ્મમાં તે શકીલાની ભૂમિકા કરનાર છે. શકીલાએ સાઉથ ફિલ્મ ઇન્ડ્‌સ્ટ્‌રીઝમાં ૯૦ના દશકમાં તમિળ, તેલુગ, મલયાલમ અને કન્નડ ભાષાની અનેક ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. રિચા ચડ્ડા આ બાયોપિક ફિલ્મમાં શકીલાના ૧૬ વર્ષથી લઇને હજુ સુધીના રોલ અદા કરનાર છે. શકીલાએ માત્ર ૧૬ વર્ષની વયમાં ફિલ્મમાં કામ શરૂ કર્યુ હતુ. ફિલ્મમાં તેના જીવન સફરને દર્શાવવામાં આવનાર છે. શકીલાની લાઇફ કામની દ્રષ્ટિએ સિલ્ક સ્મીતા જેવી જ રહી છે. તે એવા સમયમાં દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી હતી જ્યાર પુરૂષોની બોલબાલા હતી. શકીલાએ ૨૦ વર્ષની વયમાં તમિળમાં બનેલવી એક સોફ્ટ પોર્ન ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી.

આ ફિલ્મમાં તે સિલ્ક સ્મિતા સાથે નજરે પડી હતી. ફિલ્મના નિર્દેશક ઇન્દ્રજીત લંકેશે કહ્યુ છે કે તે નવી ફિલ્મને લઇને ખુબ ખુશ છે. ઇન્દ્રજીતે વર્ષ ૨૦૦૧માં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ અનેક એવોર્ડથી સન્માનિત થઇ ચુક્યા છે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ફ્લોર પર જનાર છે. વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં ફિલ્મને રજૂ કરવાની યોજના હાલમાં તૈયાર કરવામાં આવી છે.

Share This Article