અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે આજે રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિંગ, બિસ્માર રસ્તાઓના કેસની સુનાવણી દરમ્યાન શહેરમાં પૂરતી પા‹કગ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા, રીક્ષાચાલકોને પાર્કિંગની જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવા સહિતના કરેલા નિર્દેશો અને ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની એક મહત્વની સંયુકત બેઠક યોજાઇ હતી. જેમાં પાર્કિંગ, શહેરીજનો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા, રીક્ષાચાલકોને તાલીમ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહી, હાઇકોર્ટના નિર્દેશોના પાલનના ભાગરૂપે હાલના તબક્કે અમદાવાદ શહેરમાં પાંચ નવા મલ્ટીલેવલ પાર્કિંગ અને ૪૮ વધારાના પાર્કિંગ પ્લોટ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને પગલે શહેરીજનોને આગામી દિવસોમાં પાર્કિંગની વધુ જગ્યા પ્રાપ્ય બનશે.
બીજીબાજુ, હાઇકોર્ટની સૂચના અને ટકોર બાદ આરટીઓ તંત્ર પણ જાણે હરકતમાં આવ્યું હતું અને આગામી દિવસોમાં હવે આડેધડ પાર્કિંગ કરતાં અને ગેરકાયદે રીતે મુસાફરોને બેસાડતાં રીક્ષાચાલકો વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરાય તેવી શકયતા છે. ખાસ કરીને જે ઓટોરીક્ષાચાલકો આરટીઓનું કાયદેસર રજિસ્ટ્રેશન ધરાવતા નથી તેઓની વિરૂધ્ધ સખત કાર્યવાહી થશે તેવું મનાઇ રહ્યું છે. એક અંદાજ મુજબ, અમદાવાદ શહેરમાં ૮૦ હજારથી વધુ રીક્ષાઓ ગેરકાયદે રીતે ચાલી રહી છે ત્યારે આ ઝુંબેશ બહુ મોટી અને અસરકારક સાબિત થાય તેમ છે.
હાઇકોર્ટે આજે શહેરમાં હજુ રીક્ષાચાલકોના કારણે થઇ રહેલી ટ્રાફિક અવ્યવસ્થા અને હાલાકીને મામલે પણ ટકોર કરતાં પોલીસ તંત્રને નિર્દેશ કર્યો હતો કે, આ માટે જરૂર પડયે રીક્ષાચાલકોને મુસાફરોને રીક્ષામાં કયાંથી બેસાડવા, રીક્ષાઓ કયાં પાર્ક કરવી તે સહિતના મુદ્દે તાલીમ અને માર્ગદર્શન આપવું જાઇએ. રીક્ષાચાલકોએ પણ સ્વયં જાગૃતિ કેળવી શહેરમાં ટ્રાફિક નિયમન અને સુવ્યવસ્થિત પાર્કિંગની ઝુંબેશમાં પૂરતો સહકાર આપવો જાઇએ. દરમ્યાન હાઇકોર્ટે અમ્યુકો તંત્ર અને સરકારના સત્તાવાળાઓને એવું સૂચન પણ કર્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા તેમ જ ટ્રાફિક નિયમન માટે પબ્લીક અને ટ્રાન્સપોર્ટ સેવા વધુ અસરકારક, સરળ અને આકર્ષક બનાવો.
પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધુ હશે તેટલી ટ્રાફિકની સમસ્યા હળવી થઇ શકશે. હાઇકોર્ટના મહત્વના નિર્દેશો અને ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની એક મહત્વની સંયુકત બેઠક યોજાઇ હતી. જેમાં પાર્કિંગ, શહેરીજનો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા, રીક્ષાચાલકોને તાલીમ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહી, હાઇકોર્ટના નિર્દેશોના પાલનના ભાગરૂપે હાલના તબક્કે અમદાવાદ શહેરમાં પાંચ નવા મલ્ટીલેવલ પા‹કગ અને ૪૮ વધારાના પાર્કિંગ પ્લોટ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને પગલે શહેરીજનોને આગામી દિવસોમાં પા‹કગની વધુ જગ્યા પ્રાપ્ય બનશે. જો કે, હાઇકોર્ટના આકરા વલણ બાદ અમ્યુકો, પોલીસ તંત્ર, ટ્રાફિક વિભાગ અને હવે આરટીઓ તંત્ર પણ હરકત આવ્યું છે તે ઘણું મહત્વનું છે.