જેટના ૧૦૦ પાયલોટો સામેલ કરવાની તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : જેટ એરવેઝના આશરે ૧૦૦ પાયલોટ અને ૪૫૦ કેબિન ક્રૂના સભ્યોની વિસ્તરા દ્વારા ભરતી કરવામાં આવશે. તાતા ગ્રુપ-સિંગાપોર એરલાઈન્સ દ્વારા જેટના કેટલાક વિમાનોને સામેલ કરવાની પણ યોજના ધરાવે છે. બીજી બાજુ અન્ય તાતા જેવી એરલાઈન એર એશિયા ઇન્ડિયા પણ તેના કાફલામાં જેટના બોઇંગ ૭૩૭ને સામેલ કરવાની યોજના ધરાવે છે. જેટના પાયલોટ અને કેબિન ક્રૂને પોતાની ટીમમાં લેવા માટે એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ગો એર દ્વારા તૈયારી કરવામાં આવી છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ક્રમશઃ જેટના બી૭૭૭ અને બી૭૩૭ વિમાનોને સામેલ કરવા તૈયારી કરી છે. ટૂંકમાં જ અંતિમ નિર્ણય કરાશે. બીજી બાજુ જેટની હાલત દિનપ્રતિદિન ખરાબ થઇ રહી છે. મંગળવારે આજે એરલાઈને કર્મચારીઓને કહ્યું હતું કે, તેમની ગ્રુપ મેડિક્લેઇમ પોલિસી બુધવારથી લેપ્શ થશે.

Share This Article