તાજેતરમાં જ અમેરિકી વિમાન કંપની વર્જિન ગૈલેક્ટિક દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે ટુંક સમયમાં જ પોતાના ગ્રાહકને અંતરિક્ષમાં મોકલી દેવાની તૈયારી કરી રહી છે. અત્રે નોંધનીય છે કે વર્જિન ગ્રુપની આ સ્પેસ ફ્લાઇટ કંપનીમાં ૬૦૦થી વધારે લોકોએ અરજી કરી છે. પરંતુ અંતરિક્ષ પ્રવાસ માટેની આ દોડમાં તે એકમાત્ર કંપની તરીકે રહેલી નથી. આનો અર્થ એ થયો કે આગામી એક દશકમાં અંતરિક્ષની ચારેબાજુ અમે ચક્કર લગાવતા નજરે પડીશુ. જા કે એટલી ઝડપથી આ બાબત શક્ય બનનાર નથી. પ્રાપ્ત માહિતી મુજબ વહેલી તકે મોટી સંખ્યામાં લોકો સ્પેસમાં મુસાફરી કરતા નજરે પડનાર છે. વર્ષ ૨૦૨૩ સુધી સ્પેસ ટ્રાવેલ શક્ય બની શકશે નહીં.
સ્પેસ એક્સના માલિક એલોન મસ્કે કહ્યુ છે કે વર્ષ ૨૦૨૦ સુધી અંતરિક્ષ પ્રવાસ મારફતે છ યાત્રી સ્પેસ ટ્રાવેલ કરનાર છે. હજુ સુધી ૨૫૦૦થી પણ વધારે લોકો સ્પેસ ટ્રાવેલ માટે ચુકવણી કરી ચુક્યા છે. એક સંભવિત સ્પેસ ટ્યુરિઝમ યાત્રામાં સામેલ કરવામાં આવેલા પસંદગીના યાત્રીઓને વાયુમંડળમાં આશરે ૮૦ કિલોમીટરઉંચાઇ સુધી લઇ જવામાં આવશે. જ્યાં તેઓ શુન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરી શકશે. સાથે સાથે વાપસીમાં પૃથ્વીની કક્ષમાં અંતરિક્ષને જોઇ શકશે. સ્પેસ ટ્યુરિઝમ સાથે જોડાયેલી કેટલીક કંપનીઓ યાત્રીઓને અંતરિક્ષ સ્ટેશનની યાત્રા અને એક સ્પેસવોક કરવા માટેની પણ ઓફર કરી રહી છે. એક સાથે છ અથવા તો સાત યાત્રીઓ જઇ શકશે. વર્જિન ગેલેક્ટિક સ્પેસ ટ્રિપ માટે પ્રતિ વ્યક્તિ ૧.૭૧ કરોડ રૂપિયા અથવા તો ૨૫ લાખ ડોલરની ચુકવણી કરવી પડશે. અમેજનની બ્લુ ઓરિજિન ૧.૩૭-૨.૦૬ કરોડ અથવા તો ૨૦થી ૩૦ લાખ ડોલરમાં અંતરિક્ષ પ્રવાસ કરાવવા માટે તૈયાર છે. બિગેલો સ્પેસ ઓપરેશન દ્વારા ૫.૨ કરોડ અથવા તો ૫૨ મિલિયન ડોલરની રકમ નક્કી કરી છે.
જીરો ગ્રેવેટી કોર્પોરેશન ૩.૭૧ લાખ અથવા તો ૫૪૦૦ ડોલરમાં સૌથી સસ્તી ઓફર કરનાર છે. ખર્ચ સાથે જાડાયેલા જંગી બજેટ ઉપરાંત અંતરિક્ષ પ્રવાસ માટે કેટલીક તૈયારી પણ રાખવી પડશે. ખર્ચ સાથે જોડાયેલી માહિતી ઉપરાંત અન્ય કોઇ માહિતી કંપનીઓ દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી. કોઇ કંપની દ્વારા કોઇ પણ સ્તર પર અન્ય માહિતી જાહેર કરાઇ નથી. સ્પેસ ટ્યુરિઝમ માટે કોણ કોણ યાત્રા કરી શકછે તે મામલે હાલમાં ભારે સસ્પેન્સની સ્થિતી રહેલી છે. વર્જિન ગેલેક્ટિક દ્વારા પોતાની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે કે કંપનીની સ્પેસ ટ્રાવેલની ઓફર દરેક વ્યક્તિ માટે ખુલેલી છે. જેમાં ૧૩ વર્ષના કિશોરોને લઇને ૯૦ વર્ષની વયની મોટી વયના વરિષ્ઠ નાગરિકો પણ સામેલ છે. ફિટનેસ ટેસ્ટ પ્રવાસ પહેલા કરવામાં આવનાર છે. આ મિશન પર છેલ્લા એક દશકથી કામ ચાલી રહ્યુ છે. જો કે હજુ સુધી કોઇ પણ કંપની કોઇ ચોક્કસ તારીખ જાહેર કરી શકી નથી. વર્જિને ગયા સપ્તાહમાં જ કહ્યુ હતુ કે કંપનીને ૨૦૨૦ સુધી પોતાના પ્રવાસીઓને પ્રથમ પ્રવાસ કરાવવાની આશા છે.
બીજી બાજુ બ્લુ ઓરિજને હજુ સુધી પોતાના સ્પેસ ટ્રાવેલ માટે સીટોનુ બુકિંગ શરૂ કરવામાં આવ્યુ નથી. એલન મસ્કની સ્પેસ એક્સ મુજબ વર્ષ ૨૦૨૩ પહેલા આ શક્ય બનનાર નથી. સ્પેસ પ્રવાસને લઇને વિશ્વના લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. ટ્રિપને લઇને જુદા જુદા પાસા પર વિચારણા ચાલી રહી છે. ખર્ચને લઇને હાલમાં ભારે દુવિધા છે. કારણ કે બજેટ વધારે હોવાના કારણે હાલમાં સામાન્ય લોકો તો આ મામલે વિચારણા પણ કરી શકે તેમ નથી. જો કે સ્પેસ ટ્રાવેલ કરવા માટે પણ યાત્રીને વિવિધ બાબતો પર ધ્યાન આપવાનુ રહેશે. હજારો લોકો તો પહેલાથી જ નાણાં પણ ચુકવી ચુક્યા છે. સ્પેસ ટ્રાવેલ સાથે જોડાયેલી મોટા ભાગની જાણારી સત્તાવાર કંપનીઓની વેબસાઇટ પર ઉપબલ્ધ છે. જે આની તૈયારી કરી રહી છે. જો કે વર્જિને માન્યતાપ્રાપ્ત ટ્રાવેલ એજન્ટ પણ નિમી કાઢયા છે. આવી જ રીતે બુગેલો સ્પેસ ઓપરેશન ફરજિયાત રીતે લોકોને પોતાની સ્પેસ ફ્લાઇટના સંબંધમાં વેબસાઇટ પર અપડેટ કરવામાં આવેલી જાણકારી જોવા માટે કહે છે. સ્પેસ ટ્રાવેલને લઇને અમેરિકાની મહાકાય કંપનીઓ વધારે આશાવાદી બનેલી છે.