પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા માટેની તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લગ્ન કર્યા બાદ દીપિકા ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. તેની પાસે નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. હવે દક્ષિણ ભારતના સુપરસ્ટાર  પ્રભાસ સાથે તે એક ફિલ્મ કરે તેવી શક્યતા છે. દીપિકાની ફિલ્મને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. બાહુબલીની વિક્રમી સફળતા બાદ હવે પ્રભાસને લઇને ફિલ્મો બનાવવા માટે નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરવામાં લાગી ગયા છે. પ્રભાસે સાહો મારફતે બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ લોકપ્રિય થઇ રહ્યો છે.  તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે હોટકેક બનેલા સ્ટાર તરીકે છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બોલિવુડની  ફિલ્મમાં તેની સાથે દીપિકા નજરે પડી શકે છે.

એમ કહેવામાં આવે છે કે પ્રભાસ ટુંક સમયમાં જ બોલિવુડની બીજી ફિલ્મમાં કામ કરતો દેખાશે. આ ફિલ્મને ત્રણ વર્ષ પહેલા જ મંજુર કરવામાં આવી હતી. એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતા દીપિકાનો સંપર્ક પણ કરી ચુક્યા છે. જો કે વાતચીત હાલમાં જારી છે. દીપિકાએ ફિલ્મને લઇને હજુ સુધી કોઇ મંજુરી આપી નથી. તે નવી ફિલ્મમાં અન્ય કલાકારો સાથે જોવા મળી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જો દીપિકા સાથે વાત બનશે નહી તો આલિયા ભટ્ટ અથવા તો કેટરીના કેફને લેવામાં આવી શકે છે. જો કે દીપિકા માની જાય તેમ માનવામાં આવે છે. કારણ કે પ્રભાસ સાથે ફિલ્મ કરીને તેની લોકપ્રિયતા અનેક ગણી વધી શકે છે.

પ્રભાસ દક્ષિણ ભારતની તમામ ફિલ્મોને લઇને લોકપ્રિય છે. બીજી બાજુ દીપિકા હાલમાં તેની પડકારરૂપ ભૂમિકા વાળી છપાક ફિલ્મને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મ હવે રજૂ કરવામાં આવનાર છે. પ્રભાસ એક્શન સ્ટાર તરીકે રહેલો છે.

Share This Article