શ્રીનગર : અમરનાથ યાત્રા રૂટ પર મોટો હુમલો કરવા માટેની તૈયારી ત્રાસવાદી સંગઠનો દ્વારા કરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. ત્રાસવાદી સંગઠન ગજવાત ઉલ હિન્દ, જેશે મોહમ્મદ અને તોયબાના ત્રાસવાદીઓ યાત્રા રૂટના જુદા જુદા હિસ્સાને વહેચીને હુમલા કરવાની યોજના ધરાવે છે.
સુત્રોના કહેવા મુજબ જાકિર મુસા જે અંસાર ગજવત ઉલ હિન્દનો કમાન્ડર છે તે યાત્રા રૂટના સૌથી મહત્વપૂર્ણ હિસ્સા ગણાતા ચંદનવાડીની રેકી કરી છે. આ ઉપરાંત પહલગામના રસ્તાની પણ તે રેકી કરી ચુક્યો છે. આ રેકીમાં જાકિર મુસાનો એક ત્રાસવાદી કમાન્ડર પણ સામેલ હતો. ગુપ્તચર સંસ્થાઓના કહેવા મુજબ હિજબુલ મુજાહીદીનના ત્રાસવાદીઓ વાલરહમા ખાતે દેખાયા છે. આર્મી અને સુરક્ષા દળોને પણ આ લોકો ટાર્ગેટ બનાવી શકે છે. લરકીપોરા અને ફતેહપુરા વચ્ચેના સ્થળ મુખ્ય ટાર્ગેટ સ્થળ હોઇ શકે છે. જેશ અને હિજબુલના ત્રાસવાદીઓ હાલમાં દ્રાસ સેક્ટરના મશ્કોહ વેલીમાં પણ જોવા મળ્યા છે.
બીજી બાજુ અમરનાથ યાત્રા હાલમાં સાનુકળ અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.આજે સવારે નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.છેલ્લા ત્રણ વર્ષની અંદર આ વર્ષે સૌથી વધારે સંખ્યામાં અમરનાથ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. અમરનાથમાં આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા ત્રણ લાખથી પણ ઉપર પહોંચી શકે છે. કારણ કે અમરનાથ યાત્રા હજુ પૂર્ણ થવામાં ઘણો સમય છે. શ્રદ્ધાળુઓનો ધસારો અકબંધ રહ્યો છે. બંને રૂટ બલતાલ અને પહેલગામથી શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા છે. વાર્ષિક અમરનાથ યાત્રામાં કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આ વખતે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કેન્દ્રમાં મોદી સરકાર પોતે આ વખતે ગંભીર દેખાઇ રહી છે.
મોદી સરકારે સુરક્ષાની ખાતરી કરવા તમામ પગલા લીધા છે. કઠોર સુરક્ષા પાસાના કારણે યાત્રા શાંતિપૂર્ણ રહી છે.૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨.૭૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજાગો હોવા છતાં ભારે ઉત્સાહ છે. હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૭૧ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. બીજી બાજુ હજ પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પમાં પહેલાથી જ રહેલા શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે.
અલગતાવાદીઓના બંધના પરિણામ સ્વરૂપે વહીવટીતંત્રએ સાવચેતીના પગલાંરૂપે રવિવારે અમરનાથ યાત્રાને બે દિવસ માટે રદ કરવાનો નિર્ણય કર્યો હતો. કલમ ૩૫-એને સમર્થન આપવાના હેતુસર આ બંધની હાકલ કરવામાં આવી હતી. બે દિવસ સુધી ભગવતીનગર યાત્રા નિવાસથી કોઈપણ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજુરી આપવામાં આવી ન હતી.