નવીદિલ્હી: ડિજિટલ પેમેન્ટ અને ખાસ કરીને મોબાઇલ વોલિટના કારોબારને તીવ્ર કરવાના હેતુસર બજેટમાં કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. નાના કારોબારીઓ અને દુકાનદારોને રાહત આપવાના હેતુસર સરકાર આને ટેક્સ છુટછાટની સ્કીમના હદમાં લાવી શકે છે. આવતીકાલે રજૂ કરવામાં આવનાર વચગાળાના બજેટમાં કેન્દ્ર સરકારને વેપારી સંગઠનો કહી ચુક્યા છે કે, બે કરોડથી ઓછા ટર્નઓવરવાળા કારોબારીઓને રાહત આપવી જાઇએ. મોબાઇલ વોલિટ, તમામ પેમેન્ટ એપ્સ અને ક્રેડિટ કાર્ડને પણ સામેલ કરવામાં આવે તે જરૂરી છે. સામાન્ય સ્કીમ હેઠળ કારોબારીઓની ઇન્કમ તેના ટર્નઓવરના આઠ ટકા લેવામાં આવે છે જ્યારે ડિજિટલ પેમેન્ટ પર તે છ ટકા માનવામાં આવે છે. આવા કારોબારીઓને એકાઉન્ટ બુક મેઇન્ટેન કરવા ઉપર પણ રાહત મળી શકે છે.
ભારતીય ઉદ્યોગ વેપાર મંડળના પ્રમુખ શ્યામ વિહારી મિશ્રા કહી ચુક્યા છે કે, અગાઉ બે ટકાની રાહત ડિજિટલ પેમેન્ટના નામ ઉપર આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં આવા પ્રસ્તાવોથી સ્કીમને લાભ મળે તે જરૂરી છે. સ્કીમમાં આવનારની ટર્નઓવર મર્યાદા બેથી પાંચ કરોડ કરવાની માંગ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ છુટછાટની સામાન્ય મર્યાદા પાંચ લાખ સુધી વધારવાની માંગ કરવામાં આવી છે. ૨૦ લાખ સુધી ઇન્કમ ઉપર ટેક્સના દર મહત્તમ ૨૦ ટકા રાખવાની વાત કરવામાં આવી છે.
કન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા જીએસટીના પરિણામ સ્વરુપે પડેલી મુશ્કેલીમાંથી બહાર નિકળવા પગલા લેવામાં આવી રહ્યા છે. નોટબંધી બાદ લાખો કારોબારીઓ ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી ચુક્યા છે પરંતુ બેંકો હજુ પણ આવી લેવડદેવડ ઉપર એકથી બે ટકા ચાર્જ લેશે આને મુÂક્ત મળી શકે છે.