મુંબઇ સનરાઇઝ સામે ધરખમ દેખાવ કરવા માટે સંપૂર્ણ તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હૈદરાબાદ : હૈદરાબાદમાં આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની એક લીગ મેચ રમાનાર છે. હજુ સુધીના દેખાવની વાત કરવામાં આવે તો સનરાઇઝ હૈદરાબાદ તેના શાનદાર દેખાવના કારણે હાલમાં પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. સનરાઇઝ હૈદરાબાદે હજુ સુધી ચાર મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત થઇ છે. બીજી બાજુ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ચાર મેચોમાં બેમાં જીતી છે અને બેમાં તેની હાર થઇ છે.

આવી સ્થિતીમાં મુંબઇની ટીમ પોઇન્ટ ટેબલમાં તેના દેખાવને સુધારી દેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. મુંબઇ ઇન્ડિયન્સે તેની છેલ્લી મેચમાં જીત મેળવી હતી. જા કે તેની પાસેથી પણ હજુ વધારે સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેપ્ટન રોહિત શર્મા અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યો નથી. જે મુંબઇની છાવણી માટે નિરાશાજનક બાબત છે. આવતીકાલે શનિવારના દિવસે બે મેચો રમાનારી છે. આ બીજી મેચ હોવાથી તેનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. બંને ટીમો નીચે મુજબ છે.

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત (કેપ્ટન), અનમોલપ્રિતસિંઘ, બેહરેનડ્રોફ, બુમરાહ, ચહર, કટિંગ, ડીકોક, ઇશાન કિશન, જયસ્વાલ, સિદ્ધેશ લાડ, લેવિસ, મેકલાખન, માલિંગા, માર્કન્ડે, મિલને, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પોલાર્ડ, સાલમ, અનુકુલ રોય, બરિન્દર શર્ણ, તારે, જયંત, સૂર્યકુમાર, યુવરાજ

સનરાઇઝ હૈદારબાદ : અભિષેક , બેરશો, થંપી, રિકી ભુઈ, શ્રીવંત ગોસ્વામી, માર્ટિન ગુÂપ્ટલ, હુડા, સિદ્ધાર્થ કૌલ, ભુવનેશ્વરકુમાર, મોહમ્મદ નબી, નદીમ, નટરાજન, મનિષ પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સિદ્ધિમાન સહા, સંદીપ શર્મા, વિજય શંકર, શાકીબ અલ હસન, સ્ટેનલેક, ડેવિડ વોર્નર, વિલિયમસન

Share This Article