વોશિગ્ટન: અમેરિકામાં આવનાર તોફાન ફ્લોરેન્સની દહેશત સમગ્ર અમેરિકામાં જોવા મળી રહી છે. તોફાનના કારણે હજારો લોકો પહેલાથી જ તેમના આવાસને છોડી ચુક્યા છે. તોફાન દક્ષિણ પૂર્વીય અમેરિકામાં પહોંચવામાં હજુ સમય લાગી શકે છે પરંતુ લોકો પહેલાથી જ સાવધાન થઇ ગયા છે. તોફાનના કારણે ૧૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. બુધવારના દિવસે પ્રચંડ તોફાન ઉત્તરીય કેરોલિનાથી આશરે ૯૦૦ કિલોમીટરના અંતરે સ્થિત હતુ. હજુ તેને પહોચવામાં સમય લાગી શકે છે. આ ક્ષેત્રમાં તેની અસર પહેલાથી જ દેખાઇ રહી છે. પ્રતિ કલાક મહત્તમ ૨૫૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જેથી ભારે નુકસાન થઇ શકે છે.
સરકારે દાવો કર્યો છે કે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તોફાનના કારણે આશરે બે કરોડ લોકોને માઠી અસર તઇ શકે છે. જ્યારે ૧૫ લાખ લોકો સકંજામાં આવી શકે છે. કેટલાક લોકો તો વ્યાપક દહેશતમાં પણ દેખાઇ રહ્યા છે. ફ્લોરેન્સના કારણે તંત્ર સાબદુ છે. ૨૫૦ લિોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ તોફાન કેરોલિના દરિયાકાઠા તરફ વધતા લોકો જરૂરી પગલા લઇ રહ્યા છે. મોટી સખ્યામાં લોકોને પહેલાથી જ રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. કેરોલિનામાં રહેતા લોકો પોતાના ઘરમાં બારી બારણાને વ્યવસ્થિત કરીને મજબુત રીતે બંધ કરી રહ્યા છે.
તોફાનના અસર હેઠળ આવી જનાર લોકો દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ઘરની દિવાલોને મજબુત કરવામાં આવી રહી છે. પેટ્રોલ પંપ અને અન્ય ફ્યુઅલ સ્ટેશન પર લોકોની લાંબી લાઇન જાવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો થોડાક કલાકમાં જ આઉટ ઓફ સર્વિસના બોર્ડ લાગી ગયા હતા. જાણકાર લોકોનુ કહેવ છે કે શુક્રવાર સુધૂ ફ્લોરેન્સ તોફાન કેરોલિના દરિયા કાંઠાના વિસ્તારમાં ત્રાટકશે અને ભારે વરસાદ પણ થનાર છે.