દેશમાં એક સમાન સ્ટેમ્પ ડ્યુટી માટે કાનૂન બદલવા તખ્તો તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 

નવીદિલ્હી :  ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગૂ કરવામાં આવ્યા બાદ ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સરકાર વધુ એક મોટા સુધારાની દિશામાં આગળ વધી રહી છે. સ્ટોક, ડિબેન્ચર સહિત કોઇપણ ફાઈનાÂન્સયલ ઇન્સ્ટ›મેન્ટના ટ્રાન્સફર પર સરકાર એક સમાન સ્ટેમ્પ ડ્યુટી દર લાગૂ કરવાની તૈયારીમાં છે. આ પગલાને ગયા વર્ષે અમલી કરવામાં આવેલા મોટા નિર્ણયની જેમ જ ગણાવામાં આવે છે. ગયા વર્ષે ટેક્સ સિસ્ટમને લઇને કરવામાં આવેલા મોટા ફેરફાર જીએસટીની જેમ જ આને ગણવામાં આવે છે. જેના પરિણામ સ્વરુપે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડઝન જેટલા ટેક્સ એક થઇ ગયા હતા. નવા સુધારા હેઠળ

સરકાર સમગ્ર દેશમાં સ્ટેમ્પ ડ્યુટીને એક સમાન લાગૂ કરવા માટે ઇચ્છુક છે. હિતધારકો દ્વારા નવ વર્ષ જુના કાયદા માટે ફેરફાર માટે તૈયારી હાથ ધરી છે. એક અગ્રણી અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે. રાજ્યો પણ સહમત થઇ ચુક્યા છે. અધિકારીઓએ કહ્યું છે કે, સંસદના શિયાળુ સત્રમાં આને પસાર કરવા માટે અમલી કરવામાં આવી શકે છે. આ પગલાથી રાજ્યોની મહેસુલી આવક ઉપર કોઇપણ અસર થશે નહીં.

સ્ટેમ્પ ડ્યુટી જમીનની ખરીદી સાથે સંબંધિત ટ્રાન્ઝિક્શન, દસ્તાવેજા ઉપર લાગૂ થાય છે પરંતુ આને જીએસટીની હદથી બહાર રાખવાનો નિર્ણય કરાયો હતો. બિલ સ્ટોક એક્સચેંજ, ચેક લેન્ડિંગ બિલ, લેટર્સ ઓફ ક્રેડિટ, ઇન્સ્યોરન્સ પોલિસી, શેર ટ્રાન્સફર જેવા નાણાંકીય સાધનો ઉપર સ્ટેમ્પ ડ્યુટી સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે. અલબત્ત અન્ય નાણાંકીય સાધનો ઉપર સ્ટેમ્પ ડ્યુટીના દરો રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્ટેમ્પ ડ્યુટીમાં અંતરના પરિણામ સ્વરુપે સામાન્ય લોકો ટ્રાન્ઝિક્શન એવા રાજ્યો મારફતે કરે છે જ્યાં  સ્ટેમ્પ ડ્યુટીના દરો ઓછા હોય છે.

માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આ પહેલા રાજ્યોને સલાહ આપી હતી કે, ઇલેક્ટ્રોનિક માધ્યમથી થનાર ફાઈનાન્સિયલ ટ્રાન્ઝિક્શન પર સ્ટેમ્પ ડ્યુટીને એક સમાન કરવામાં આવે અથવા તો તેને માફ કરી દેવામાં આવે. એક સમાન સ્ટેમ્પ ડ્યુટી રેટ માટે ૧૮૯૯ના કાયદામાં ફેરફાર કરવા માટેના પ્રયાસો અગાઉ પણ થઇ ચુક્યા છે પરંતુ રાજ્યો દ્વારા આ અપીલને ફગાવી દેવામાં આવી હતી. કારણ કે, સ્ટેમ્પ ડ્યુટી ઉપર પોતાના અધિકારને રાજ્યો ગુમાવવા માંગતા ન હતા. જીએસટી બાદ મોદી સરકાર વધુ એક મોટા સુધારાની દિશામાં આગળ વધી રહી છે તેવા અહેવાલને લઇને અર્થશા†ીઓમાં ચર્ચાનો દોર શરૂ થઇ ચુક્યો છે. મોદીએ પોતાના શાસન ગાળામાં અનેક મોટા અને સાહસી નિર્ણયો કર્યા છે જેની કિંમત પણ સરકારને ચુકવવી પડી છે. તેની લોકપ્રિયતાને અસર થઇ છે. નોટબંધી અને ત્યારબાદ જીએસટીના પરિણામ સ્વરુપે સરકારને ભારે પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. આ બંને આર્થિક પગલાના લીધે સરકારને વિરોધ પક્ષની નારાજગીનો સામનો કરવો પડ્યો છે.

 

Share This Article