૬૦ વર્ષના લાંબા ઇન્તજાર બાદ વોર મેમોરિયલ તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : જબ તુમ ઘર જાના તો ઉન્હે હમારે બારે મે બતાના અને કહના કિ ઉનકે કલ કે લિયે હમને અપના આજ ન્યોછાવર કર દિયા હૈ. દેશ માટે સર્વોચ્ચ બલિદાન કરનારના સન્માનમાં આ લાઇન નવા વર્ષમાં ગુંજવા માટે તૈયાર છે. રાજકીય અને વહીવટી ઉદાસીનના ૬૦ વર્ષના લાંબા ગાળા બાદ સુચિત નેશનલ વોર મેમોરિયલ હવે બનીને તૈયાર છે. આ વોર મેમોરિયલ સ્વતંત્રતા બાદથી જુદા જુદા ઓપરેશન અને યુદ્ધમાં શહીદ થયેલા ૨૨૬૦૦થી વધારે જવાનોના સન્માનમાં બનાવવામાં આવ્યુ છે.

સંરક્ષણ અધિકારીઓએ કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫મી જાન્યુઆરીના દિવસે ભવ્ય રાજપથ પર ઇન્ડિયા ગેટ સંકુલ નજીક આ વિશ્વ સ્તરના વોર મેમોરિયલનુ ઉદ્‌ઘાટન કરનાર છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે દુનિયાના પ્રમુખ દેશોમાં ભારત એકમાત્ર એવા દેશ તરીકે છે જેની પાસે વોર મેમોરિયલની સુવિધા હજુ સુધી ન હતી. હવે વોર મેમોરિયલ બની ગયા બાદ ભારત પણ આવા ખાસ દેશોની યાદીમાં આવ્યુ છે. ભારતીય જવાનો લાંબા ગાળાથી ભાવનાશીલ માંગ કરી રહ્યા હતા.

દિલ્હીની બહાર તેને ખસેડવાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. વોર મેમોરિયલ તૈયાર કરવામાં ૧૭૬ કરોડ રૂપિયા ખર્ચ થયા છે. કેન્દ્ર સરકારે ઓક્ટોબર ૨૦૧૫માં આના માટે રકમ મંજુર કરી હતી. ૧૫મી ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે તેનુ ઉદ્‌ઘાટન કરવા માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી. જ કે આ યોજના સફળ સાબિત થઇ ન હત. અમર ચક્ર, વર ચક્ર, ત્યાગ ચક્રની સાથે તેમાં હમેંશા પ્રગટતી રહેતી જ્યોતની સાથે ભવ્ય સ્તંભ છે. તેના પર ગ્રાફિક પેનલ, શહીદોના નામ, તેમજ ૨૧ પરમવીર ચક્ર વિજેતાના ફોટો બનાવવામાં આવ્યા છે. રાજપથ અને તેની ભવ્યતા સાથે કોઇ ચેડા ન થાય તે રીતે તૈયાર કરવામાં સફળતા હાથ લાગી છે. કેટલીક નવી માહિતી પણ મળી શકશે.

Share This Article