નવી દિલ્હી : જમ્મુકાશ્મીરમાં પુલવામા હુમલો કરવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અલગ પાડી દેવા માટે ભારતના પ્રયાસો જારી છે. આના ભાગરૂપે ફ્રાન્સ સરકાર સંયુક્ત રાષ્ટ્રમાં જેશે મોહમ્મદને પ્રતિબંધિત સંગઠનની યાદીમાં મુકવા એક દરખાસ્ત રજૂ કરશે. સાથે સાથે મસુદ અઝહરના ભાઇ પર પ્રતિબંધ મુકવા માટે પણ નિર્ણય કરશે.જેશે મોહંમદની ગતિવિધિ ખુલ્લી રીતે ચાલી રહી છે. જૈશે મોહંમદે પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં હેડક્વાર્ટર પણ બનાવી લીધું છે. ૨૦૧૬માં પઠાણકોટ એરવેઝ અને ઉરીમાં સેનાના કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ પણ આ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલો કરવામાં આવ્યા બાદ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં જૈશે મોહંમદના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે સેન્ટ્રલ બહાવલપુરમાં જૈશ હેડક્વાર્ટર છે.
અહીં એક માળની ઈમારત છે. જેમાં મદરેસા પણ ચાલે છે પરંતુ હકીકતમાં જૈશના હેડક્વાર્ટર તરીકે આ ઓફિસ ચાલી રહી છે. એટલું જ નહીં આ વિસ્તારમાં બહારના વિસ્તારમાં જૈશની એક અન્ય ઈમારત છે. જે ૧૦ એકડ હાઈવે કિનારે બનેલી છે. વોલ સ્ટ્રીટના કહેવા મુજબ અહીંના લોકો અને આતંકવાદી સંગઠનો સાથે જાડાયેલા લોકો પણ કહે છે કે આજ સુધી અહીં કોઈપણ પ્રકારની કાર્યવાહી કે દરોડા પાડવામાં આવ્યા નથી.
પઠાણકોટ હુમલા બાદ સંડોવણી ખુલ્યા બાદ પણ ત્રાસવાદી સંગઠન સાથે જાડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. પાકિસ્તાનના જૈશના લોકો ખુલ્લી રીતે આતંકવાદી ગતિવિધિ ચલાવે છે. એક મૌલવી પણ આ બાબતને સ્વીકારે છે. મૌલવીએ પત્રકારને ક્હ્યું હતું અમે કોણ છે તે અંગે પણ માહિતી અપાઈ નથી. જૈશની આ ઈમારત પર લખાયું છે કે આ મસૂદ અઝહરના માર્ગદર્શનમાં ચાલનાર મદરેસા તરીકે છે.