અમદાવાદ : સ્પેશિયાલિટી ખાતરો માટે વૈશ્વિકસ્તરે પ્રખ્યાત અને મુંબઈમાં મુખ્યાલય ધરાવતી સલ્ફર મિલ્સ લિમિટેડે તેનું નવું પેટન્ટેડ ઝિંક આધારિત ખાતર ટેક્નો ઝેડ ભારતના ખેડૂતો માટે લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગ અંગે વાત કરતાં સલ્ફર મિલ્સ લિમિટેડના (સીએમડી-ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર) દીપક શાહે જણાવ્યું હતું કે, ઝિંક (ઝેડએન) પોષક તત્વની ઉણપથી ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને અંદાજે ૨૦ ટકા જેટલું ઉત્પાદનમાં નુકસાન થાય છે. દરેક છોડને હોર્મોનના ઉત્પાદનની વૃદ્ધિ અને છોડના વિકાસ માટે મેટાબોલિક પ્રતિક્રિયા કરવા માટે ઝિંકની જરૂર પડે છે.
સલ્ફર મિલ્સ લિ.ના ટેકનો ઝેડ ખાતરના ઉપયોગથી મગફળીના પાકને પોષણ, વિવિધ રોગ અને જીવાતો સામે રક્ષણ મળશે અને બમ્પર ઉપજ થઈ શકશે સલ્ફર મિલ્સ લિમિટેડે ટેક્નો ઝેડ લોન્ચ કર્યું છે, જે આજે બજારમાં ઉપલબ્ધ સૌથી અત્યાધુનિક અને અસરકારક ઝિંક આધારિત ભૂમિ ખાતર છે. ટેક્નો ઝેડ મગફળીના પ્રત્યેક છોડને વધુ પ્રમાણમાં ઝિંક પૂરું પાડવાની ખાતરી રાખે છે અને કપાસના પાકમાં પણ જૂના ઝિંક સલ્ફેટ ઉત્પાદનની સરખામણીમાં ઓછા ડોઝમાં પાકને વધુ ઝિંક મળે તેની ખાતરી કરે છે. ઝિંકની અછત દૂર કરવા માટે જ્યાં યુરિયા અથવા ડીએપીનો વધુ પડતો ઉપયોગ થાય છે તેવા વિસ્તારોમાં ટેક્નો ઝેડ આ ખામી દૂર કરે છે. ૪ કિલોના પેકમાં ઉપલબ્ધ ટેક્નો ઝેડનો ખર્ચ પ્રતિ એકરમાં રૂ. ૭૦૦ થી ઓછો થાય છે.
એક પ્રશ્નના જવાબમાં દીપક શાહે જણાવ્યું હતું કે, બધા જ ખેડૂતોએ ઝિંક જેવા સૂક્ષ્મ પોષક તત્વોની ખામીને ઓળખી કાઢવા માટે જમીન અને છોડના ટીશ્યુનું પરીક્ષણ કરાવવું જોઈએ. યાદ રાખો કે ઝિંકનો જરૂરિયાત મુજબનો ઉપયોગ છોડની મહત્તમ લંબાઈ અને પાકની મહત્તમ ઊપજની ખાતરી કરશે. ઝિંકની ઉણપ છોડના મધ્યભાગમાં જોવા મળે છે. ઝિંકની ઉણપના લક્ષણોમાં ઓછી ઊંચાઈ, છોડની વૃદ્ધિમાં અવરોધ અને કથ્થાઈ ડાઘા સાથે વિકૃત પાંદડાનો સમાવેશ થાય છે.
સલ્ફર મિલ્સ લિમિટેડનું વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. ૧૪૫૦ કરોડ છે અને કંપનીના ઉત્પાદનો ભારતમાં ખૂબજ લોકપ્રિય છે તેમજ તે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ અમેરિકા, એશિયા અને મધ્ય પૂર્વના બજારો સહિત ૮૦થી વધુ દેશોમાં ઉત્પાદનોની નિકાસ પણ કરે છે. તેના ઉત્પાદનોથી પાકને પોષણ મળે તેમજ વિવિધ રોગ અને જીવાતો સામે રક્ષણ મળે અને છોડનો વિકાસ થાય તેમજ બમ્પર ઉપજ થઈ શકે તેની ખાતરી માટે કંપનીએ રીપ નીતિ અપનાવી છે. તેની અત્યાધુનિક રિસર્ચ અને ડેવલપમેન્ટ સુવિધાથી રીપ હેઠળના બધા જ ઉત્પાદનોની ગુણવત્તા ઉત્કૃષ્ટ હોય તેની ખાતરી રાખે છે, જે ઓછા ડોઝ પર વધુ કાર્યક્ષમતા પૂરી પાડે છે. કંપનીના ઉત્પાદનોને ભારતમાં અને વિશ્વના બધા દેશોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે.