અમદાવાદ: અર્બન નક્સલીને લઇને ઉઠી રહેલા પ્રશ્નો વચ્ચે મોદી સરકાર નક્સલીઓની સામે સૌથી મોટા ઓપરેશનની તૈયારી કરી રહી છે. આ ઓપરેશનને ગ્રીન હન્ટ નામ આપવામાં આવ્યું છે. વધારે વ્યાપક અને પ્રભાવી રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. હાલના દિવસોમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં સફળતા મળ્યા બાદ ગૃહ મંત્રાલય દ્વારા સૌથી ખતરનાક નક્સલવાદી વિસ્તારમાં આ ઓપરેશન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને અમલી કરવા માટે આ મહિનામાં તમામ સંભવિત જિલ્લાઓના પોલીસ વડાઓને બોલાવવામાં આવ્યા છે.
નક્સલવાદીઓની સામે સૂચિત ઓપરેશનને અંજામ આપવા માટે આક્રમક તૈયારી કરવામાં આવી છે. મિટિંગની તારીખ આ સપ્તહમાં જ નક્કી કરવામાં આવશે. એન્ટી નક્સલ ઓપરેશનને અંતિમ રુપ આપવા માટે એનએસએ અજીત દોભાલ અને ગૃહમંત્રી રાજનાથસિંહ પોતે લાગેલા છે. ગયા વર્ષે છત્તીસગઢમાં સુકમામાં હુમલો થયા બાદથી નક્સલવાદીગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચીને તૈયારી કરવામાં આવી હતી. ફિડબેકના આધાર પર ઓપરેસનની તૈયારી કરવામાં આવી રહી છે.
અધિકારીઓના કહેવા મુજબ સરકાર નક્સલવાદીઓની સામે સીઆરપીએફને ફ્રીહેન્ડ આપવાના મૂડમાં દેખાઈ રહી છે. નક્સલવાદીઓનો સામનો કરવા માટે જવાનોને વધુ આક્રમક બનાવવામાં આવનાર છે. મોદી સરકારે ૩૧મી માર્ચ ૨૦૧૯થી પહેલા ઓછામાં ઓછા ૨૦ અન્ય જિલ્લાઓને નક્સલી મુક્ત કરવાની યોજના તૈયાર કરી લીધી છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, બિહાર, બંગાળ, તેલંગાણા આંધ્રપ્રદેશ સહિત ૨૦ જિલ્લાઓની ઓળખ કરવામં આવી છે. નક્સલવાદથી મુÂક્તને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.