નવી દિલ્હી : રોજગારને લઇને પણ મોદી સરકાર હવે ગંભીરતાપૂર્વક આગળ વધવા માટે સક્રિય દેખાઇ રહી છે. જેના સંકેત પણ મળી રહ્યા છે. હાલના સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ તરફથી મળેલા નિર્દેશ બાદ જુદા જુદા મંત્રાલય અને વિભાગોમાં ખાલી જગ્યાઓને લઇને માહિત એકત્રિત કરી રહ્યા છે. મંત્રાલય અને વિભાગો પાસેથી માહિતી મળવા લાગી ગઇ છે. રોજગારને લઇને વિરોધ પક્ષોનો આરોપ રહ્યો છે કે મોદી સરકાર રોજગારના મોરચે ફ્લોપ રહી છે. નવી રોજગારીની તક ઉભી કરવામાં આવી રહી નથી. સાથે સાથે સરકારી વિભાગોમાં રહેલી ખાલી જગ્યાએ ટુંક સમયમાં જ ભરવામાં આવનાર છે.
વડાપ્રધાન કચેરીના નિર્દેશ બાદ મંત્રાલય અને વિભાગોમાં આંતરિક પરિપત્ર જારી કરવામા આવી ચુક્યા છે. જેમાં ખાલી રહેલી જગ્યાઓ અને અન્ય જગ્યાઓના સંબંધમાં માહિતી માંગવામાં આવી છે. નાણાં મંત્રાલયને સુચના આપવામાં આવી છે કે ટુંક સમયમાં જ આ સંબંધમાં પીએમઓ દ્વારા એક બેઠક રાખવામાં આવશે. જેમાં જુદા જુદા સ્તર પર રહેલી ખાલી જગ્યાઓને લઇને વાતચીત કરવામાં આવનાર છે.
હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ૩૦મી એપ્રિલ ૨૦૧૯ સુધી ખાલી જગ્યાના સંબંધમાં માહિતી માંગવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં વ્યસ્ત છે. આવી કોઇ માહિતીને લઇને કોઇ વાત કરવામાં આવી રહી નથી. મંત્રાલય અને કાર્યક્રમ અમલીકરણ વિભાગના લોકોનુ કહેવુ છે કે તેમની પાસે આવી કોઇ માહિતી હજુ સુધી આવી નથી. કેટલાક જાણકાર લોકો માની રહ્યા છે કે નવી સરકાર બનતાની સાથે જ રોજગારીને લઇને કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.