દેશની સૌથી મોટી બિઝનેસ કંપની ટાટા ગ્રુપ કંપનીએ સંકટગ્રસ્ત જેટ એરવેઝમાં મોટી હિસ્સેદારી ખરીદવા માટે શરૂઆતી વાપસી કરી છે. આ મામલાની માહિતી ધરાવનાર લોકોએ કહ્યું છે કે, જેટ એરવેઝમાં હિસ્સેદારી ખરીદીને જેટને બચાવવાના પ્રયાસ કરવામાં આવશે. નરેશ ગોયેલની જેટ એરવેઝ પાયલોટોના પગાર આપવામાં વિલંબ થતાં હાલત કફોડી બનેલી છે. અન્ય કર્મચારીઓને પગાર ચુકવવામાં પણ તકલીફ થઇ રહી છે. આવી સ્થિતિમાં આવીસ્થિતિમાં આ એવિએશન કંપની પોતાની હિસ્સેદારી વેચવાની ફિરાકમાં છે પરંતુ તાતા ગ્રુપની પેરેન્ટ કંપની તાતા સન્સ ઇચ્છે છે કે, જેટના મેનેજમેન્ટની પ્રક્રિયા તેના હાથમાં રહે.
તાતા બે જાઇન્ટ વેન્ચર્સ મારફતે એવિએશન સેક્ટરમાં પહેલાથી જ એન્ટ્રી કરી ચુકી છે. સિંગાપોર એરલાઇન્સ સાથે તે પ્રથમ વેન્ચર કરી ચુકી છે જે વિસ્તરાનું સંચાલન કરે છે. જ્યારે બીજા વેન્ચર તરીકે એર એશિયાનું સંકલન કરે છે. વિસ્તરા ફુલ સર્વિસ કેરિયર છે જેની જેટ સાથે સીધી ટક્કર રહેલી છે. જેટની સાથે ડિલ થશે તો તાતાને વધારે રુટ, વધારે વિમાનો અને વધારે માર્કેટ હિસ્સેદારી મારફતે પોતાના એવિએશન બિઝનેસને મજબૂત કરવામાં મદદ મળશે. તાતા સન્સના પ્રવક્તાએ આ અહેવાલ પર ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો છે જ્યારે જેટ એરવેઝના પ્રવક્તાએ આ રિપોર્ટને સંપૂર્ણપણે અટકળ તરીકે ગણાવીને આને રદિયો આપ્યો છે. મેનેજમેન્ટના અધિકારો અને જેટના ચેરમેન નરેશ ગોયલના ભાવિમાં ભૂમિકા જેવા કેટલાક જટિલ મામલાઓથી ડિલની વાતચીત લાંબી ખેંચાઈ શકે છે. અલબત્ત બંને પક્ષો આ વાતચીતને આગળ વધારવા માટે ઇચ્છુક છે. નરેશ ગોયલ અને તેમના પÂત્ન અનિતાની પાસે જેટના ૫૧ ટકા શેર રહેલા છે.
તેઓએ ટીપીજીની સાથે એક દોરની વાતચીત કરી લીધી છે પરંતુ કન્ટ્રોલિંગ અધિકારોને લઇને વાતચીત આગળ વધી શકી નથી. તાતા ગ્રુપના ગોયલ અને તેમના પÂત્નથી ઓછામાં ઓછા ૨૬ ટકા હિસ્સેદારી ખરીદવા ઇચ્છુક છે. આનાથી તેની પાસે જેટના અન્ય શેરધારકોથી ૨૬ ટકા શેર ખરીદવાની તક મળી જશે. જેટમાં ઇતિહાદ એરવેઝની ૨૪ ટકા હિસ્સેદાર રહેલ છે. આ મહિનામાં અબુધાબીની એક કંપનીએ જેટની નાણાંકીય સ્થિતિને સુધારવાના ઇરાદાથી જેટને ૩.૫ અબજ ડોલર આપ્યા હતા. જા તાતા સન્સની સાથે વાતચીત પાકી થશે તો ઇતિહાદ પણ જેટની પોતાની પૂર્ણ અથવા આંશિક હિસ્સેદારીને વેચી શકે છે.
તાતા અને જેટ વચ્ચેની વાતચીતના પરિણામ જે કંઇપણ આવે પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે, તાતા સન્સના ચેરમેન એમ ચંદ્રશેખરન હવે મર્જર અને અધિગ્રહણ પ્રક્રિયા મારફતે ગ્રુપના એવિએશન બિઝનેસને ઉંચી ઉંડાણ આપવા માટે તૈયાર છે. તાતાએ એર ઇÂન્ડયા માટે બોલી લગાવવાની વિચારણા કરી હતી. જા કે, મોડેથી નિર્ણય બદલી દેવામાં આવ્યો હતો. જેટ અને તાતા વચ્ચે ખેંચતાણની પ્રક્રિયા એ વખતે શરૂ થઇ હતી જ્યારે ૧૯૯૦ના છેલ્લા દશકમાં તાતા સન્સના તત્કાલિન ચેરમેન રતન તાતાએ સિંગાપોર એરલાઈન્સની સાથે જાઇન્ટ વેન્ચર બનાવીને એવિએશન સેક્ટરમાં આગેકૂચ કરી હતી. હવે ચંદ્રશેખરન ગ્રુપના એવિએશન બિઝને એર એશિયા અને વિસ્તરાને નવી ઉંચાઈ ઉપર લઇ જવા માટે તૈયાર છે. આના માટે બંને કંપનીઓમાં નવી લીડરશીપની સાથે ફંડ પણ એકત્રિત કરાવ્યા છે.