નવી દિલ્હી : ભારત સહિત દુનિયાના દેશો દ્વારા તમામ પ્રકારના પ્રયાસ અને તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા હોવા છતાં ટીબીને રોકવામાં સફળતા હાથ લાગી નથી. આને ધ્યાનમાં લઇને હવે ટીબીને ખતમ કરવા અને તેના પર અંકુશ મુકવાના હેતુસર નવેસરથી તૈયારી કરવામાં આવી છે. આના ભાગરૂપે નવી વેક્સીન તૈયાર કરવા પર તમામ દેશો સક્રિય થઇ ગયા છે. ટીબીને રોકવા માટે નવી વેક્સીન બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નવી વેક્સીન વિકસિત કરવા માટે તમામ દેશોને એક મત થવા માટે કહેવામાં આવ્યુ છે. અત્રે નોંધનીય છે કે ટીબીને રોકવા માટે હાલમાં જે વેક્સીન છે તે પુરતી સાબિત થઇ રહી નથી. ટીબીની બીસીજી વેક્સીન હવે વધારે અસરકારક દેખાઇ રહી નથી. જેથી એક નવી વેક્સીન બનાવવાની જરૂરિયાત દેખાઇ રહી છે.
આના પર હવે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં વિશ્વ આરોગ્ય સંસ્થા હવે વધારે અસરકારક કામગીરીમાં લાગી ગઇ છે. કેટલાક દેશોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના નેતૃત્વમાં ટીબીને રોકવા માટે કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. મંગળવારના દિવસે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડીજી સૌમ્યા વિશ્વનાથે કહ્યુ હતુ કે ભારત ટીબીની નવી વેક્સીન વિકસિત કરવા માટે કટિબદ્ધ છે. ભારત ટીબીની નવી વેક્સીન વિકસિત કરવા માટે તમામ પ્રયાસ કરે છે. ટુંક સમયમાં જ આમાં સફળતા પણ મળી જશે.
અત્રે નોંધનીય છે કે ભારત દુનિયામાં એવા દેશોની યાદીમાં સામેલ છે જ્યાં ટીબી હજુ પણ એક મોટી સમસ્યા તરીકે છે. ભારતમાં દર વર્ષે ટીબીના ૨૮ લાખ કેસ સપાટી પર આવે છે. અને આશરે પાંચ લાખ લોકોના મોત ટીબીના કારણે થઇ જાય છે. સરકારે વર્ષ ૨૦૨૫ સુધી ટીબીને જડમુળથી ખતમ કરી દેવા માટે કમર કસી છે. આના માટે ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવી ચુક્યા છે. કેટલાક કાર્યક્રમો વ્યાપક સ્તર પર ચાલી રહ્યા છે. આ વખતના બજેટમાં ટીબી દર્દીને દર મહિને ૫૦૦ રૂપિયાના પૌષક ભોજન માટે આપવાની જાહેરાત કરવામાં આવી છે. ટીબી ભારતમાં દશકોથી મોટા રોગ તરીકે છે. તેની સામે લડવા માટે અસરકારક દવા હોવા છતાં રોગના દર્દીઓએ સતત વધી રહ્યા છે. ટીબીને રોકવા માટે હવે નવી વેક્સીન વિકસિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.