કોલકત્તા : લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક તૈયારી શરૂ કરી દીધી છે. મોદી હવે એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળ પર હવે મોદી ધ્યાન કેન્દ્રિત કરવા જઇ રહ્યા છે. મોદી બંગાળમાં ઝંઝાવતી પ્રચાર રેલી કરનાર છે. જે પૈકી એક રેલી આગામી સપ્તાહમાં કરનાર છે. ભાજપે કોલકત્તાના બ્રિગેડ મેદાન પરેડ ખાતેની મોદીની રેલીને રદ કરી દીધી છે. આના બદલે મોદી એ જ દિવસે આસનસોલમાં રેલી કરનાર છે. પાર્ટીએ કહ્યુ છે કે મોદી આના બદલે બંગાળમાં ત્રણ રેલી કરનાર છે. ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગયા શનિવારના દિવસે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિપક્ષી દળોની મહારેલી કરી હતી. ભાજપે આગામી લોકસભાની ચૂંટણીમાં બંગાળની ૪૨ સીટો પૈકીની ૨૨ સીટો જીતવા માટેની તૈયારી કરી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ છે કે વડાપ્રધાન બંગાળમાં ત્રણ રેલી કરનાર છે.
જે પૈકી પ્રથમ રેલી ૨૮મી જાન્યુઆરીના દિવસે બાનગામના ઠાકુરનગરમાં જ્યારે બીજી ફેબ્રુઆરીના દિવસે ઉત્તર બંગાળના શિલીગુડ્ડી ખાતે રેલી કરવાનો નિર્ણય કર્યો છે. મોદી આઠ ફેબ્રુઆરીના દિવસે બ્રિગેડ પરેડ મેદાન ખાતે રેલી કરનાર હતા. જા કે આ રેલી હવે રદ કરી દેવામાં આવી છે. એજ દિવસે મોદી હવે આસનસોલમાં રેલી યોજનાર છે. પહેલા જ નક્કી કરવામાં આવેલી કોલકત્તા રેલી ભાજપે કેમ રદ કરી છે તે અંગે પુછવામાં આવતા ઘોષે કહ્યુ હતુ કે પાર્ટી જુદી જુદી ત્રણ રેલી કરનાર છે. આના કારણે આ રેલી રદ કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે બ્રિગેડ મેદાનમાં મોડેથી રેલી કરવામાં આવનાર છે. ભાજપે લોકસભા પ્રચારની શરૂઆત આજથી કરી હતી. અમિત શાહે આજે મોટી રેલી યોજી હતી. શાહ બુધવારના દિવસે પણ બે રેલી કરનાર છે.