નવી દિલ્હી : શ્રમ મંત્રાલય અને એમ્પ્લોઇસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને રિટાયરમેન્ટ સેવિગ્સ બોડીના બોર્ડ ઓફ ટ્રસ્ટી કરવામાં આવેલા સુચનને જાળવી રાખીને ૮.૬૫ ટકાના રિટર્નને જાળવા રાખવાની તૈયારી કરી લીધી છે. નાણાં મંત્રાલય દ્વારા અગાઉના વર્ષમાં ૮.૫૫ ટકાથી વધારીને ૮.૬૫ ટકા કરવાની દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આની સમીક્ષાની પણ માંગ કરી હતી. હવે શ્રમ મંત્રાલય દ્વારા કેટલીક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.
ફંડના ઉંચા ખર્ચને લઇને ધીરાણ દરને ઘટાડી દેવા માટે બેકો ઇન્કાર કરી રહ્યા હતા ત્યારે આ વાંધો નાણાં મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અપુરતા ભંડોળ માટેના કારણો આના માટે આપવામા આવી રહ્યા છે. બેંકોની દલીલ રહી છે કે નાની બચતની યોજનાઓ ઉંચા વ્યાજ દરની ઓફર કરે છે. જેથી ડિપોઝિટ રેટમાં ઘટાડો કરવાની સ્થિતીમાં ફંડ એકત્રિત કરવાની ક્ષમતા પર માઠી અસર થઇ શકે છે. જ્યારે નાણા મંત્રાલય દ્વારા ઓછા રેટની વ્યવસ્થા માટેની વાત કરવામાં આવી રહી છે. બજેટ આડે વધારે સમય નથી ત્યારે આને લઇને પણ નિષ્ણાંતોમાં ગણતરી ચાલી રહી છે. સરકાર જુદા જુદા પાસા પર વિચારણા કરી રહીછે.