સરકારી બેંકોના મર્જર માટે તૈયારી : જરૂરી હુકમો જારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી: સરકારે ૨૧ સરકારી બેંકોના મર્જર માટે રિઝર્વ બેંકને એક યાદી બનાવવા માટે કહ્યું છે. આ મામલા સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ ડુબી ગયેલા લોનના મામલામાં ઘેરાયેલી બેંકોને મજબૂત કરવાના હેતુસર સરકાર આ પગલા લેવા ઇચ્છુક છે. નામ જાહેર નહીં કરવાની શરતે એક અધિકારીએ કહ્યું છે કે, આ મહિનામાં થયેલી મિટિંગમાં નાણામંત્રાલયના અધિકારીઓએ રિઝર્વ બેંક સાથે વાતચીત શરૂ કરી છે. કન્સોલીડેશન માટે સમય દર્શાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. બેંકોના સારા નિયમન માટે આ પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે.

દુનિયાની ૧૦ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારત ઇટાલી બાદ બીજા સ્થાન પર છે જ્યારે બેડ લોનનો આંકડો સૌથી વધારે છે. ભારત અનેક વર્ષોથી આ સમસ્યાને દૂર કરવા માટે મથામણ કરી રહ્યું છે. ૯૦ ટકા એનપીએ સરકારી બેંકો સાથે સંબંધિત છે. ૨૧ સરકારી બેંકોમાંથી ૧૧ આરબીઆઈની દેખરેખમાં ઇમરજન્સી પ્રોગ્રામ હેઠળ કામ કરી રહ્યા છે. તેમના ઉપર નવી લોન આપવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ૭૦ ટકા ડિપોઝિટ પ્રાઇવેટ બેંકોમાં છે.

Share This Article