કેન્દ્રિય સંસ્થાઓમાં બે લાખ સીટ વધારી દેવા માટે તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી : સામાન્ય વર્ગના આર્થિકરીતે નબળા વર્ગના લોકોને  ૧૦ ટકા અનામત લાગુ કરવાની દિશામાં દેશભરમાં ૧૫૮ કેન્દ્રિય સંસ્થાઓમાં બે લાખથી વધારે વધારાની સીટોઉભી કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેન્દ્રિય પ્રધાનમંડળની બેઠકમાં કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે પ્રવેશમાં અનામતની જોગવાઇ લાગુ કરવાને મંજુરી આપી દીધી છે. સરકારે આના માટે ૪૩૦૦ કરોડ રૂપિયા મંજુર કર્યા છે.

આ ફંડ સાથે કેન્દ્રિય સંસ્થાઓમાં નવા માળખા વિકસિત કરવામાં આવનાર છે. ચાર હજારથી વધારે શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. સુત્રોના કહેવા મુજબ માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા મંત્રીમંડળમાં આ પ્રસ્તાવને રજૂ કરતા પહેલા ચૂંટણી પંચની મંજુરી માંગી હતી. કારણ કે લોકસભા ચૂંટણી હાલમાં ચાલી રહી છે. જેથી આંચારસહિતા અમલી છે. સુત્રોના કહેવા મુજબ મંત્રીમંડળની મંજુરી મળ્યા બાદ કુલ ૨૧૪૭૬૬ વધારાની જગ્યા ઉભી કરવામાં આવનાર છે. આમાંથી ૧૧૯૯૮૩ વધારાની સીટો વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્ર  દરમિયાન તમામ સુવિધા ઉભી કરવામાં આવનાર છે. ૯૫૭૮૩ સીટો તો વર્ષ ૨૦૨૦-૨૧માં ઉભી કરવામાં આવનાર છે.

 

Share This Article