સગર્ભા મહિલાઓને ઠંડીની સિઝનમાં ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. આવી સ્થિતીમાં ડાઇટ પર ખાસ ધ્યાન રાખીને પણ કાળજી રાખી શકાય છે. ગર્ભવતિ મહિલાઓને ઠંડીના દિવસોમાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ. આ દિવસોમાં મહિલાઓને પોતાના આરોગ્યથી લઇને ડાઇટ સુધી ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આ સિઝનમાં સગર્ભા મહિલાઓને ઠંડી શરદી, ખાંસી, ઇન્ફેક્શન અને ડ્રાઇ સ્કીનની સમસ્યા નડી શકે છે. કોઇ પણ પ્રકારની નાનકડી લાપરવાહી પણ શિશુ અને માતા બન્નેને હેરાન કરી શકે છે. ઠંડી હવાથી બચવા માટે જ્યારે ઘરમાંથી બહાર નિકળો ત્યારે શરીરને ઢાકી લેવામાં આવે તે જરૂરી છે. પગમાં પણ પહેરી રાખવાની જરૂર હોય છે. કાન અને છાતિને સારી રીતે ઢાંકીને રાખવામાં આવે તે જરૂરી હોય છે.
શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા જાળવી રાખવાના પ્રયાસ કરવા જાઇએ. આ સિજનમાં ફળ અને લીલા શાકભાજી ખાવાની સલાહ નિષ્ણાંત તબીબો આપે છે. નીદ લેતી પહેલા કેસરના દુધ પિવાથી લાભ થાય છે. ગરમ ભોજનને લેવાની ટેવ પાડવી જાઇએ., નિયમિત રીતે દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પિવાની પણ ટેવ રાખવામાં આવે તો ફાયદો છે. તાજેતરમાં જ કરવામાં આવેલાં નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજા ખાવાથી હાર્ટ સાથે સંબંધિત રોગોથી મૃત્યુ થવાની સંભાવના ઘટી જાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી મોતની ટકાવારીમાં આનાં લીધે ઘટાડો થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ અથવા તો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવેતો સીવીડીથી મોતનો દર ઘટીને અડધો થઈ જાય છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયકોલોજીનાં પ્રોફેસર સિમોન કેપવેલે કહ્યું છે કે, બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ હમેંશા ખતરનાક સાબિત થાય છે. આનાં લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. સીવીડી સામે લડવા માટે આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ જરૂરી છે. વ્યક્તિગતો અને વસતીનાં સ્તરમાં સીવીડી સંબંધિત મોતને રોકવા હેલ્થી ઈટિંગની ટેવ રાખવી જાઈએ. યુનિવર્સિટી ઓફ લિવરપુલ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પોષક તત્વો વગરના ભોજનથી સીવીડીનો ખતરો વધે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે પ્રમાણમાં ફળફળાદિ, શાકભાજી ખાવાથી બિમારી દૂર થાય છે. ડાયટને સંતુલિત રાખવામાં આવે તેવી રજૂઆત પણ આમાં કરવામાં આવી છે. આ અભ્યાસનાં તારણો બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ફળફળાદી, શાકભાજી વધારે પ્રમાણમાં ખાનાર વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે સીવીડીથી મોતનો આંકડો ૨.૬ મિલિયન જેટલો ઘટી જાય છે.
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પ્રેગનેન્સી નિર્ધાિરત ગાળા કરતા થોડાક સપ્તાહ પહેલા જન્મ લેનાર નવજાત શિશુમાં શિશુ તરીકે આરોગ્યની સમસ્યા ઊભી થવાનો ખતરો પ્રમાણમાં વધારે રહે છે. નવા અભ્યાસ દરમિયાન તબીબીઓ જણાવ્યું છે કે વહેલી તકે જન્મ લેનાર બાળકોમાં આરોગ્યની સમસ્યા ઊભી થવા માટે કેટલાક પરિબળો જવાબદાર રહે છે. તબીબોનું કહેવું છે કે વ્યાપક અભ્યાસ બાદ તેઓ આ મુજબના તારણ ઉપર પહોંચ્યા છે. સંશોધકોએ લિસેસ્ટર, લિવરપુર, ઓક્સફોર્ડ, વાર્વિક, નેશનલ પેરિમેન્ટલ, ઇપીડેમીલોજી યુનિટની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધન બાદ આ મુજબના તારણો આપ્યા છે. ૧૦ વર્ષ અગાઉ જન્મ લઈ ચૂકેલા બ્રિટનમાં ૧૪૦૦૦ બાળકોને આવરી લઈને આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાંચ વર્ષની વય સુધી તેમના ઉપર અભ્યાસની પ્રક્રિયા ચાલી હતી. તેમની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થવા, અસ્થમા જેવી તકલીફ થવા જેવી બાબતો જાણવામાં આવી હતી.