નવી દિલ્હીઃ કોર્પોરેટ ઈન્ડિયામાં અનુભવી લોકોને મુખ્ય જવાબદારી વર્ષો સુધી સોંપી રાખવા માટેની જુની પરંપરા રહી છે. આ પરંપરા હજુ પણ આગળ વધી રહી છે.
બીએસઈની ૫૦૦ કંપનીઓના ઈતિહાસની વાત કરવામાં આવે તો આ પ્રકારના દાખલા અનેક મળી શકે છે. જેમ કે વિપ્રોના અઝીમ પ્રેમજી એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે ૪૯.૯ વર્ષની અવધિ સુધી રહી ચુક્યા છે. આવી જ રીતે રાહુલ બજાજ પણ દશકો સુધી એક્ઝિક્યુટીવ ચેરમેયન તરીકે રહ્યા છે.
ફેમિલી માલિકીની કંપનીઓમાં પણ નોન એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે લાંબા સમય સુધી સેવા આપવાના દાખલા રહેલા છે. આવી જ રીતે પ્રોફેશનલી રીતે મેનેજ થતી કંપનીઓના નોન એક્ઝિક્યુટીવ ચેરમેનના દાખલા પણ રહેલા છે. ઉપરાંત સૌથી વધુ સમય સુધી ટોચના હોદ્દા ઉપર અથવ તો ચેરમેન તરીકે સેવા આપનાર મહિલાઓના દાખલા પણ રહેલા છે. લાંબા સમય સુધી અથવા તો ૫૦ વર્ષથી વધુના ગાળા સુધી ચેરમેન રહેવાના અનેક દાખલા રહેલા છે. ચિત્ર નીચે મુજબ છે.
એક્ઝિક્યુટીવ ચેરમેન
નામ / વય / અવધિ
અઝીમ પ્રેમજી (વિપ્રો) / ૭૩ / ૪૯.૯
રાહુલ બજાજ (બજાજ ઓટો) / ૮૦ / ૪૬.૬
જ્યોતિન્દ્ર મૂડી (જેબી કેમિકલ) / ૮૯ / ૪૨.૬
ફેમિલી માલિકીની કંપનીઓના નોન એક્ઝિક્યુટીવ ચેરમેન
નામ / વય /અવધિ
અશ્વિન ચોક્સી (એશિયન પેઈન્ટ) / ૭૫ / ૪૭.૮
બી.કે. બિરલા (સેન્ચુરી ટેક્સટાઈલ) / ૯૭ / ૪૫.૩
એન્થોની ગુડ (કોક્સ એન્ડ કિંગ્સ) / ૮૫ /૪૧.૭
પ્રોફેશનલી મેનેજ કંપનીઓના નોન એક્ઝિક્યુટીવ ચેરમેન
નામ / વય / અવધિ
વાયસી દેવેશ્વર (આઈટીસી) /૭૧ / ૨૨.૬
આરસી ભાર્ગવ (મારૂતી સુઝુકી) / ૮૩ / ૨૧.૨
રાજેન્દ્ર શાહ (ફાઈઝર) / ૮૭ / ૧૮.૬
સૌથી લાંબા સમય સુધી મહિલા ચેરમેન
નામ / વય / અવધિ
કિરણ મજુમદાર (બાયોકોન) / ૬૫ / ૪૦
શ્યામલા ગોપીનાથ (એચડીએફસી બેંક) / ૬૯ / ૩.૬
એલીસ વૈદ્યન (જીઆઈસી હાઉસીંગ) / ૫૮ / ૨.૬