પ્રયાગરાજ : પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં માઘ એકાદશીના દિવસે કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવવા માટે ઉત્સુક છે. અભૂતપૂર્વ ધસારો શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. આવતીકાલે માઘ એકાદશીના અવસર પર સ્નાનને લઇને સાધુ સંતો તેમજ અન્ય લોકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ જારી છે. શાહી સ્નાનની સાથે સાથે નીચે મુજબ છે.
- ઉત્તરાયણ પર્વ પર આની શરૂઆત થયા બાદ કુંભ હવે ચોથી માર્ચ સુધી ચાલશે
- પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ઉપર શરૂઆત થયા બાદ કરોડો શ્રદ્ધાળુઓ ભારે આસ્થા સાથે પહોંચી રહ્યા છે
- કુંભમાં અગાઉના સ્નાન વેળા પણ લાખો કરોડો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી
- પ્રથમ શાહી સ્નાન અને બીજા શાહી સ્નાન વસંત પંચમીના દિવસે સૌથી પહેલા નાગા સાધુ, ત્યારબાદ અન્ય અખાડાના સાધુ-સંતો અને છેલ્લે શ્રદ્ધાળુઓ દ્વારા સંગમ ઉપર પવિત્ર ડુબકી લગાવવામાં આવી
- તમામ અખાડાઓની પોતપોતાની વિશેષતા અને મહત્વ રહે છે. આ સાધુ સંતો પવિત્ર સ્નાન વેળા શાહી અંદાજમાં પહોંચે છે
- તમામ અખાડાઓની દિનચાર્યા અને ઇષ્ટ દેવ પણ જુદા જુદા રહે છે
- કુંભમાં કરોડોની સંખ્યામાં સાધુ સંતો એકત્રિત થયા છે
- માન્યતાપ્રાપ્ત ૧૩ અખાડાના સંતો હજુ સુધી સામેલ થતા હતા પરંતુ હવે ૧૪ અખાડા થઇ ગયા છે
- આ વખતે કિન્નર અખાડાને પણ સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
- કોઇ પણ અંધાધુંધી ન થાય તે માટે અખાડાને ક્રમશઃ સ્નાન માટે ૩૦ મિનિટથી ૪૫ મિનિટનો સમય આપવામાં આવે છે
- દેશ અને દનિયામાંથી સંગમ સ્થળે લોકો પહોંચી રહ્યા છે