અંતિમ સ્નાનની સાથે સાથે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પ્રયાગરાજ : મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રયાગરાજમાં આજે મહાકુંભના અંતિમ સ્નાનમાં ત્રિવેણી સંગમ ખાતે વહેલી સવારથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રીને લઇને પ્રયાગરાજમાં પહેલાથી જ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી. આજે કુંભમાં અંતિમ સ્નાનને ધ્યાનમાં લઇને વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ૧૫મી જાન્યુઆરીથી ચાલી રહેલા મહાકુંભ મેળાના  આજે અંતિમ દિવસે પણ કરોડો લોકો સંગમ નગરી પહોંચી ગયા છે. અંતિમ સ્નાનની સાથે સાથે નીચે મુજબ છે

  • મહાકુંભ ૨૦૧૯ની ૧૫મી જાન્યુઆરીના દિવસે શરૂઆત થયા બાદ આજે મહાશિવરાત્રીના પાવન અવસર પર અંતિમ સ્નાનમાં લોકો ઉમટી પડ્યા
  • સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ સમગ્ર સંગમ ક્ષેત્રના આઠ કિલોમીટરના વિસ્તારમાં આવેલા જુદા જુદા ઘાટ પર સ્નાન કરી ચુક્યા છે
  • મેળામાં કેટલાક કિલોમીટર સુધી ચાલતા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે છતાં તેમના ચહેરા પર કોઇ પણ પ્રકારની થાક દેખાતી નથી
  • આજે મહાશિવરાત્રીના પ્રસંગે સવારમાં મહા આરતી બાદ મંદિરોના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા બાદ ભારે ભીડ જામી
  • પ્રયાગરાજના તમામ શિવાલયમાં શિવ ભક્તોની ભીડ જામી
  • પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ઉપર મહાશિવરાત્રિ સ્નાનમાં શ્રદ્ધાળુઓનો ધસારો સવારથી જાવા મળ્યો
  • ધાર્મિક માહોલમાં સ્નાનની શરૂઆત વહેલી સવારે થયા બાદ મોડે સુધી સ્નાન ચાલશે
  • પુલવામા હુમલા અને ત્યારબાદ ભારત દ્વારા પોકમાં હવાઈ હુમલા બાદ કુંભમાં મહાશિવરાત્રિના દિવસે વિશેષ સુરક્ષા વ્યવસ્થા
  • તમામ ઘાટ ઉપર જુદી જુદી જગ્યાઓએ જવાનો તૈનાત કરાયા
  • કુંભ મેળામાં હવે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે જેથી તમામ પગલા લેવાયા
  • તમામ અખાડાઓની પોતપોતાની વિશેષતા અને મહત્વ રહે છે
  • તમામ અખાડાઓની દિનચાર્યા અને ઇષ્ટ દેવ પણ જુદા જુદા રહે છે
  • કુંભમાં કરોડોની સંખ્યામાં સાધુ સંતો એકત્રિત થયા છે
  • માન્યતાપ્રાપ્ત ૧૩ અખાડાના સંતો હજુ સુધી સામેલ થતા હતા પરંતુ હવે ૧૪ અખાડા થઇ ગયા છે
  • આ વખતે કિન્નર અખાડાને પણ સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
  • દેશ અને દુનિયામાંથી સંગમ સ્થળે લોકો પહોંચી રહ્યા છે
  • ઉત્તરપ્રદેશ દ્વારા છેલ્લા ઘણા સમયથી આની તૈયારીઓ ચાલી રહી હતી
  • દૂરસંચાર કંપનીઓ વચ્ચે પણ આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
  • લાખોની સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે
  • આ વખતે મહાકુંભ ખાતે કરાયેલી તૈયારીથી તમામ લોકો પ્રભાવિત થયા
Share This Article