અમદાવાદ: કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ (KFS) ઘાટલોડિયા ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ ડે ‘પ્રતિભા 2024’નું આયોજન કરવામાં આવ્યું કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓમાં 1,100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગીદારી કરી હતી. સ્પોટ્સ ડે દ્વારા સર્વગ્રાહી શિક્ષણ પ્રત્યેની શાળાની પ્રતિબદ્ધતા અને ભાવના જોવા મળી હતી. આ પ્રસંગે પ્રિન્સિપાલ કુ. નિરાલી ડગલીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. સ્પોટ્સ ડેમાં મુખ્ય મહેમાન તરીકે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ભરૂચના પ્રિન્સિપાલ કુ. બિનીતા નેગી અને કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ મુન્દ્રાના પ્રિન્સિપાલ શ્રી પુનિત મિશ્રાએ તેમના પ્રેરણાદાયી સંબોધનો સાથે પ્રસંગને બિરદાવ્યો હતો. સુશ્રી નેગીએ સકારાત્મક રમતથી સર્વાગિ વિકાસના પરિણામ પર ભાર મૂક્યો હતો. શ્રી મિશ્રાએ વિદ્યાર્થીઓને નિયમિત રમતગમતની આદત કેળવવા અને સર્વાંગી વિકાસ માટે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાવા પ્રેરિત કર્યા.
આ ઈવેન્ટમાં KFS ઘાટલોડિયાના ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ સાથે અને કેલોરેક્સ પ્રી-સ્કૂલ (KPRS) અને KFS ઘાટલોડિયા પ્રિ-પ્રાઈમરીના વિદ્યાર્થીઓએ 72 રમતોમાં ભાગ લીધો હતો. 250 થી વધુ વિજેતાઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પ્રમાણપત્રો અને ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાર્ટીસિપેટ્સ દ્વારા મશાલ લાઇટિંગ સેરેમની, માર્ચ પાસ્ટ, ઝુમ્બા, માસ ડ્રીલ અને સિંક્રનાઇઝ્ડ ડમ્બેલ ડિસ્પ્લે જેવા મનમોહક પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ખેલદિલી, ટીમવર્ક અને પ્રતિભાની ઉજવણી કરતો ‘પ્રતિભા 2024’ સ્પોટ્સ ડે સફળ રહ્યો હતો. કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ સ્પોટ્સ ડેના માધ્યમથી વિદ્યાર્થીઓને સર્વગ્રાહી રીતે સશક્ત બનાવવાના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે.