મુંબઇ : પ્રતિક બબ્બરને ટ્રોલ કરવામાં આવ્યા બાદ હવે તેના ઇન્ટીમેટ ફોટાને દુર કરવાની ફરજ પડી છે. પ્રતિક બબ્બર અને સાન્યા સાગરે હાલમાં ખાસ મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પ્રતિકના પત્નિની સાથે વેલેન્ટાઇન ડે પર એક ફોટો શેયર કરવામાં આવ્યો હતો. જેને લઇને સોશિયલ મિડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આ ફોટો મારફતે પ્રતિકે સાન્યાને વેલેન્ટાઇન વિશ કરીને ચર્ચા જગાવી હતી. આ ઇન્ટીમેટ ફોટો જારી કરવામાં આવ્યા બાદ હવે પ્રતિકની ટિકા થઇ રહી છે. ભારે હોબાળો થયા બાદ પ્રતિકને આ ફોટો દુર કરવાની ફરજ પડી છે. ફોટોમાં બંને ઇન્ટીમેટ મોમેન્ટમાં નજરે પડી રહ્યા હતા. જાત જાતામાં આ ટોપલેસ ફોટો ટ્રોલ્સ થયા બાદ તે તમામના નિશાન પર આવી ગયો છે.
કેટલાક યુઝર્સે આને પબ્લિસિટી સ્ટન્ટ તરીકે ગણાવીને તેની ટિકા કરી હતી. મામલો વધારે ગંભીર બની ગયા બાદ અને વાંધાજનક કોમેન્ટ્સ થયા બાદ હવે પ્રતિકને આ પોસ્ટ ડિલિટ કરવાની ફરજ પડી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે લગ્નથી પહેલા જ પ્રતિક અને સાન્યા એકબીજાને છેલ્લા ૧૦ વર્ષથી ઓળખે છે. ગયા વર્ષે ગોવામાં બંને જણે સગાઇ કરી હતી. ત્યારબાદ પોતાના સંબંધોને લીલીઝંડ આપી હતી. તાજેતરમાં જ પ્રતિકે સાન્યા સાગર સાથે લગ્ન કરી લીધા હતા. કામની વાત કરવામાં આવે તો પ્રતિક છેલ્લે મુલ્ક નામની ફિલ્મમાં નજરે પડ્યો હતો. જેમાં રિશિ કપુરની મુખ્ય ભૂમિકા અદા કરી હતી.ફિલ્મમાં તાપ્સીની ભૂમિકા તમામને પસંદ પડી હતી. પ્રતિક બબ્બર છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં છે અને ફિલ્મો પણ કરી રહ્યો છે પરંતુ અન્ય સ્ટાર કિડ્સની જેમ તેને બોલિવુડમાં હજુ સુધી કોઇ નોંધપાત્ર સફળતા હાથ લાગી નથી.