જેએલએફ એટલે કે જયપુર લિટેરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સેંસર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી ભાગ લેશે નહિં. ઘણાં સમયથી આ બાબત ચર્ચામાં હતી કે કરણી સેનાના વિરોધ વચ્ચે પ્રસૂન જોશીનો જયપુર લિટેરેચર ફેસ્ટિવલનો ભાગ લેશે કે નહિ. પરંતુ આ બાબતે પ્રસૂન જોશીએ જાણ કરી છે કે તેઓ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહ્યાં નથી.
ફિલ્મ પદ્માવત ઘણાં વિવાદો બાદ દેશમાં અમૂક ભાગોને બાદ કરતા રિલિઝ થઇ ગઇ છે, ત્યારે તેમણે એ પણ જણાવ્યું કે ફિલ્મને નિયમો અને સૂચનોના આધાર પર અને સકારાત્મક વિચાર સાથે સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે.