વડોદરા સ્થિત ઉત્સાહી લેખક પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે દ્વારા પ્રસ્તુત શોર્ટ ફિલ્મ અમારૂં કોણ? રજૂ થવા માટે પૂર્ણ રીતે સજ્જ છે. આ શોર્ટ ફિલ્મ પ્રશાંત સાળુંકે બેનર હેઠળની બીજી શોર્ટ ફિલ્મ છે. આ પહેલા શું જીવવું જરૂરી છે? રજૂ કરવામાં આવી હતી, જે વ્યાપક રીતે લોકચાહના મેળવી પ્રશંસાપાત્ર સાબિત થઇ છે. પ્રાપ્ત પ્રતિભાવથી પ્રોત્સાહિત થઇ લેખક પ્રશાંત સાળુંકે પોતાની બીજી શોર્ટ ફિલ્મ અમારું કોણ? લઇને આવી રહ્યાં છે.
લેખક, દિગ્દર્શક, એડિટર, નિર્માતા, અભિનેતા જેવા તમામ પાસાઓને બખૂબી રીતે નિભાવી અમારું કોણ?ને પોતાની પ્રથમ શોર્ટ ફિલ્મની જેમ જ સફળ બનાવવા માટે પ્રશાંત સાળુંકેએ ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવી છે. હંમેશા લોકોને કંઇક નવું જ આપવા માટે તત્પર પ્રશાંત સાળુંકેએ આ ફિલ્મમાં એક નવો પ્રયોગ કર્યો છે, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે અને તે છે અમારું કોણ?ના સબટાઇટલ્સ. અમારું કોણ?ને પાંચ ભાષના સબટાઇટલ્સ સાથે રજૂ કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી અને સંસ્કૃત ભાષાનો સમાવેશ થાય છે.
લેખક તરીકે પ્રશાંત સાળુંકે સામાજિક સંદેશો આપતા પુસ્તકોના સર્જનને પ્રાથમિકતા આપે છે. તેઓની આ ફિલ્મ અમારું કોણ? પણ તેમના પુસ્તક પર જ આધારિત છે. જીવનના અંતિમ પડાવ એટલે કે વૃદ્ધાવસ્થામાં માનવ જીવન ગાળવું કેટલું પડકાર રૂપ હોય છે?, કેવા-કેવા સંજોગોમાંથી પસાર થવું પડે છે?, કેવા પડકારોનો સામનો કરવો પડે છે? તેવા વિષય વસ્તુને રજૂ કરતી આ શોર્ટ ફિલ્મ અમારું કોણ? “સામાજિક તાણાવાણામાં ગૂંથાયેલી સામાજિક સંદેશાને રજૂ કરતી આ શોર્ટ ફિલ્મને જોવી જ રહી” – તેમ શોર્ટ ફિલ્મ અમારું કોણ? સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યાં છે.
અમારું કોણ? 3જી ડિસેમ્બર, 2018ના રોજ રાત્રે 10:30 કલાકે રજૂ કરવામાં આવશે. તો અમારું કોણ? ફિલ્મને માણો અને આપણા વડિલોની સંવેદનાઓને સમજો.
ખબરપત્રી ન્યુઝ વેબ પોર્ટલ આ શોર્ટ ફિલ્મ અમારું કોણ? સાથે મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલ છે. તો ખબરપત્રી પરિવાર તરફથી પ્રશાંતભાઇને તેમની શોર્ટ ફિલ્મ અમારું કોણ? માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.