હવે મોહનિષ બહેલની પુત્રી પ્રનુતનની ટુંકમાં એન્ટ્રી થશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડમાં વધુ એક સ્ટાર કિડ્‌સ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ફિલ્મ નોટબુક મારફતે તે બોલિવુડમાં એન્ટ્રી કરનાર છે. આ ફિલ્મ મારફતે સલમાન ખાન વધુ એક સ્ટાર કિડ્‌સને મેદાનમાં ઉતારી દેવા માટે તૈયાર છે. સલમાન ખાને વિતેલા વર્ષોમાં અનેક કલાકારોને લોંચ કર્યા છે. જેના ભાગરૂપે હવે પ્રતુનનને લોંચ કરવામા આવનાર છે. ફિલ્મમાં પ્રતુનનની સાથે સાથે જાહીર ઇકબાલ નામના સ્ટાર એન્ટ્રી કરનાર છે. બંને સ્ટારને સલમાન ખાન દ્વારા લોંચ કરવામાં આવ્યા બાદ આને લઇને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ફિલ્મ આ મહિનાના અંત સુધી રજૂ કરવામાં આવનાર છે.

ફિલ્મ આ મહિનાના અંત સુધી રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. જાહીર ઇકબાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે નવો છે. તે કોઇ બેકગ્રાઉન્ડ ધરાવતો નથી. જ્યારે બીજી બાજુ પ્રતુનન અભિનેતા મોહનીષ બહેલની પુત્રી છે. પ્રતુનનને પોતાના પિતા મોહનિષ બહેલ અને દાદી નુતન પર ગર્વ છે. જો કે તેની તુલના નુતન સાથે કરવામાં આવી રહી છે. તેનુ કહેવુ છે કે નુતનની સાથે સરખામણી કરવામાં આવે તો તે ડરી જાય છે. કારણ કે નુતન તો ભારતીય સિનેમાની સૌથી શ્રેષ્ઠ સ્ટાર તરીકે છે. તેનુ કહેવુ છે કે દાદી તો ખુબ ગ્રેસફુલ છે. તે તેની બરોબરી ક્યારેય કરી શકશે નહીં.

પ્રનુતન બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પ્રનુતન બોલિવુડમાં હાલમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધાને લઇને બિલકુલ તૈયાર નથી. ફિલ્મ નોટબુક મારફતે બોલિવુડમાં બે નવા સ્ટાર એન્ટ્રી કરવા માટે જઇ રહ્યા છે. ચાહકો પણ નવી જાડીને લઇને આશાવાદી છે.

Share This Article