સલમાનની નવી ફિલ્મમાં નૂતનની પૌત્રી પ્રણુતન હશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : સલમાન ખાનની પ્રોડક્શન કંપની પોતાની આગામી ફિલ્મ બનાવવાની તૈયારી કરી ચુકી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની પ્રોડક્શન કંપની અભિનેત્રી નૂતનના પુત્ર મોહનીસ બહલની પુત્રી પ્રણુતનને લોંચ કરવાની તૈયારીમાં છે.

આ ફિલ્મમાં અભિનેતા તરીકે ઝહીર ઇકબાલ કામ કરશે. મોહનીસ બહલ સલમાન ખાન સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ફિલ્મનું નામ હાલમાં નોટબુક રાખવામાં આવ્યું છે પરંતુ તેને બદલવામાં પણ આવી શકે છે. મળેલી માહિતી મુજબ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, ૧૦ દિવસ અગાઉ જ ફિલ્મના કલાકારો શ્રીનગર પહોંચ્યા હતા અને બંને નવા કાલાકારો, નિર્દેશક નીતિન કક્કર સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા.

સાથે સાથે સ્થાનિક ભાષાઓના સંદર્ભમાં માહિતી મેળવવા લોકલ લોકોને મળ્યા હતા. આ ફિલ્મમાં પાંચ કાશ્મીરી કલાકારો પણ કામ કરવા જઈ રહ્યા છે. શૂટિંગને નવેમ્બર સુધી પૂર્ણ કરાશે. સલમાન ખાન શ્રીનગર જઇ રહ્યો નથી. કારણ કે તે હાલમાં અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતને લઇને વ્યસ્ત છે જેનું શૂટિંગ અબુધાબીમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત તે બિગબોસમાં પણ ભાગ લઇ રહ્યો છે. જા કે, સલમાન ખાન ઝહીર અને પ્રણુતન સાથે વાતચીત કરતો રહે છે. ઝહીરની ટ્રેનિંગમાં પણ તેની મહત્વની ભૂમિકા છે.

મળેલી માહિતી મુજબ પ્રણુતન બોલીવુડમાં જારદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. વિતેલા વર્ષોમાં નુતન યાદગાર અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી જ્યારે ત્યારબાદ મોહનીસ બહલ સફળ સહ અભિનેતા તરીકે સાબિત થઇ ચુક્યો છે.

Share This Article