હવે મોહનીશ બહેલની પુત્રી પ્રનુતનને લોંચ કરવા તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: સુપરસ્ટાર સલમાન ખાન બોલિવુડમાં એવા સ્ટારોમાં સામેલ છે જે પોતાની ફિલ્મમાં નવા નવા ચહેરાને લોંચ કરતો રહે છે. હજુ સુધી તે બોલિવુડના વિતેલા વર્ષોના કલાકારોના અનેક પુત્રો અને પુત્રીઓને લોંચ કરી ચુક્યો છે. ટુંક સમયમાં જ હવે રજૂ થવા જઇ રહેલી ફિલ્મ લવરાત્રીમાં તે પોતાના સંબંધી આયુશ શર્માને એક નવી અભિનેત્રી વરીના હુસૈનને લોંચ કરવા જઇ રહ્યો છે. સલમાન ખાને હવે ટ્‌વીટ કરીને કહ્યુ છે કે તે હવે વિતેલા વર્ષોના અભિનેતા અને તેના નજીકના મિત્ર મોહનીશ બહેલની પુત્રી પ્રનુતનને લોંચ કરવા જઇ રહ્યો છે.

આ જાહેરાત કરતા તેને ગર્વની લાગણી અનુભવ થઇ રહી છે. પ્રનુતનનો ફોટો પણ સલમાન ખાને રજૂ કર્યો છે. સલમાન ખાને કહ્યુ છે કે હવે જહીર માટે તેને હિરોઇન મળી ગઇ છે. પ્રનુતન મુખ્ય રોલ કરનાર છે. વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી અને મોહનીશ બહેલની પુત્રી પ્રનુતનને હવે સલમાન ખાન લોંચ કરનાર છે. સલમાન ખાન મોહનીશ બહેલને મોન્યા કહીને બોલાવે છે. આ બંને અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. જેમાં મેને પ્યાર કિયા, હમ સાથ સાથ હે, હમ આપકે હે કોનનો સમાવેશ થાય છે. બંને ફિલ્મોમાં કામ કરે તે પહેલાથી જ ખુબ સારા મિત્રો રહ્યા છે.

જહીર ઇકબાલ સલમાન ખાનના બાળપણનો મિત્ર છે. ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. જા કે ટુંક સમયમાં જ આ પ્રક્રિયા હવે પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ફિલ્મનુ નામ નોટબુક રાખવામાં આવી શકે છે. જા કે આને લઇને હજુ અટકળો જ ચાલી રહી છે. ફિલ્મને નિતિન કક્કડ નિર્દેશન કરનાર છે. પહેલા પ્રનુતનને સાઇન કરવાને લઇને બાબત ફાઇનલ થઇ ન હતી. હવે તમામ ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે.

Share This Article