વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે પોતાની વર્તમાન અવધિનુ અંતિમ વચગાળાનુ બજેટ શુક્રવારના દિવસે રજૂ કરી દીધુ હતુ. બજેટમાં મધ્યમ વર્ગ માટે એકબાજુ ટેક્સ છુટછાટની અવધિ વધારીને સીધી રીતે ૨.૫ લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવી ચુકી છે. ખેડુતો અને મહિલાઓ તેમજ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે પણ બજેટમાં અનેક પગલા લેવામાં આવ્યા છે. અરૂણ જેટલી સારવારના ભાગરૂપે અમેરિકા ગયેલા છે ત્યારે સંસદમાં બજેટ રજૂ કરવાની જવાબદારી કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલને આપવામાં આવી હતી. ગોયલે આ જવાબદારી શાનદાર રીતે અદા કરીને તમામના મન જીતી લીધા છે. સોશિયલ મિડિયા પર આની સાથે પિયુષ ગોયલની જારદાર ચર્ચા જાવા મળી રહી છે. તેમની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. ખુબ સરળ અને આક્રમક રીતે ગોયલે બજેટ રજૂ કર્યુ હતુ. અરૂણ જેટલી રજા પર ગયા બાદ રેલવે અને કોલસા વિભાગની જવાબદારી પિયુષ ગોયલને સોંપી દેવામાં આવી છે. મોદી સરકાર માટે આ બજેટ ખુબ ઉપયોગી હતુ. કારણ કે હવે ચૂંટણી પણ યોજાનાર છે.
બજેટ લોકલક્ષી રહેશે તે બાબત તો પહેલાથી જ નક્કી હતી. પરંતુ જે રીતે ગોયલે બજેટને રજૂ કર્યુ તેનાથી તમામ લોકો પ્રભાવિત થયા હતા. પિયુષ ગોયલનુ કદ ભાજપના વિશ્વસનીય નેતા તરીકે રહ્યુ છે. તેઓ મોદીના ગુડ્સ બુક્સમાં સૌથી આગળ રહ્યા છે. પિયુષ ગોયલના પિતા વેદ પ્રકાશ પણ ભાજપના શક્તિશાળી નેતા હતા. તેઓ વાજપેયી સરકારમાં પ્રધાન તરીકે હતા. ચનદ્રકાંતા ગોયલ પણ મહારાષ્ટ્રમાં ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકી છે. ૫૪ વર્ષીય પિયુષ ગોયલ ગયા વર્ષે મે -ઓગષ્ટના ગાળા દરમિયાન પણ અરૂણ જેટલીની જગ્યાએ નાણાં પ્રધાન તરીકેની જવાબદારી સંભાળતા હતા. એ ળકતે જેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રજા પર ગયા હતા. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રિય પ્રધાન બન્યા બાદ ગોયલ ભાજપના કોષાઅધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પાર્ટી માટે આ હોદ્દો તેમના પિતા પણ સંભાળી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે ગોયલ હજુ પણ પાર્ટી માટે ફંડ એકત્રિત કરવાનુ કામ કરે છે. મોદીના મંત્રાલયમાં તેમની સ્થિતી ખાસ બની જાય છે. તેમની અર્થશા† અને કાયદા બંને પર પકડ રહેલી છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ તરીકે તેઓએ ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. જ્યારે મુંબઇ યુનિવર્સિટીમાંથી કાયદામાં અભ્યાસ કરીને તેઓટોપ -૨ યુનિવર્સિટી ટોપર રહ્યા હતા.
ગોયલ વર્ષ ૨૦૦૧-૨૦૦૪ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અને ૨૦૦૨-૨૦૦૪ સુધી બેંક ઓફ વડોદરાના બોર્ડ ઓફ મેમ્બરોરહી ચુક્યા છે. ગોયલ સરકારી કર્મચારીઓ પાસેથી પણ સારી રીતે કામ લેવામાં કુશળતા ધરાવે છે. પિયુષ ગોયલની છાપ એક જવાબદારી વાળા પ્રધાન તરીકેની રહી છે. આ જ કારણસર તેઓ કેટલીક ચાવીરૂપ જવાબદારી અદા કરી રહ્યા છે. જેમાં ભારત સરકારની નદીઓને જાડતી યોજના પણ સામેલ છે. વર્ષ ૨૦૧૬માં ગોયલ રાજ્યસભા સાંસદ બની ગયા હતા. સાથે સાથે ઉપરી ગૃહમાં મહારાષ્ટ્રમાંથી ભાજપના ઉમેદવાર તરીકે પહોંચ્યા હતા.
બજેટ પહેલા જ તેમની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેન્યા દ્વારા ખાસ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. બજેટ રજૂ કરવાની છટાથી તમામ લોકો પ્રભાવિત થઇ ગયા હતા. મોદી પોતે તેમનો જુસ્સો વધારી દેતા વારંવાર નજેર પડ્યા હતા. મોદી સરકારમાં ફરી એકવાર આત્મવિશ્વાસ જગાવવામાં તેઓ સફળ સાબિત થઇ રહ્યા છે. બજેટમાં દરેક વર્ગને ખુશ કરીને ગોયલે તમામનુ ધ્યાન ખેચ્યુ છે. પિયુષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ચારેબાજુ પ્રશંસા મળી રહી છે. આગામી દિવસોમાં આ બજેટના સહારે ભારતીય જનતા પાર્ટી હવે ચૂંટણી મેદાનમાં ઉતરનાર છે. તમામ આર્થિક નિષ્ણાંતો પણ ગોયલની પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી. બજેટ જેવા જટિલ વિષયને ગોયલ સરળ રીતે રજૂ કરવામાં સફળ રહ્યા હતા. તેમની એનર્જી પણ જાવા જેવી રહી હતી. ગોયલ ભાજપના હુકમના એક્કા તરીકે સાબિત થઇ શકે છે તેમ પણ કેટલાક માની રહ્યા છે.