પ્રયાગરાજ : વસંત પંચમીના દિવસે શ્રદ્ધાળુઓનો આજે અભૂતપૂર્વ ધસારો રહ્યો હતો. મેળામાં ત્રિવેણી સંગમ ખાતે આઠ કિલોમીટરની હદમાં ફેલાયેલા ૪૦ ઘાટ પર શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે ઉમટી પડ્યા હતા. મધ્યપ્રદેશ તરફથી આવનાર શ્રદ્ધાળુઓને અરેલમાં, પૂર્વાંચલ તરફથી આવતા શ્રદ્ધાળુઓને ઝુનસીમાં, દિલ્હી અને કાનપુરથી આળનાર શ્રદ્ધાળુઓને સંગમ ઘાટ ઉપર સ્નાનની વ્યવસ્થામાં સામેલ થવા કહેવામાં આવ્યું હતું. મેળામાં સંગમની નજીક પાનટુન બ્રિજ સંખ્યા ૧થી લઈને પાંચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો હતો.