પ્રભાસ તેની સાથે રાખવા માગે છે ફિલ્મ ‘સાહો’ મા ઉપયોગ કરાયેલા કાર્સ અને બાઇક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બ્લોકબસ્ટર હિટ ‘બાહુબલી’ ફ્રેન્ચાઈઝી સાથે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ફરી એકવાર સાહોમાં લોકોને મનોરંજન કરાવવા તૈયાર છે. શેડ્‌સ ઓફ સાહો સાથે જ ફિલ્મ ડિરેક્ટર સુજીતે ફરી એકવાર દર્શકોમાં ભારે ઉત્સાહ અને આતુરતા જગાડી છે. ફિલ્મમાં પ્રભાસના લુક સાથે જાહેર થયેલ પોસ્ટરને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં અત્યાર સુધીના સૌથી મોંઘા એક્શન સિક્વંસ દર્શાવવામાં આવ્યા છે.

મોટા બેનર અને બજેટમાં બની રહેલી પ્રભાસની ફિલ્મમાં એક સ્પેશિયલ બાઈક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભાસ તેના અંગત જીવનમાં પણ બાઈક્સ અને અલગ અલગ ગાડીઓનો શોખિન છે. આ જ કારણ છે ફિલ્મમાં ઉપયોગ કરાયેલા બાઈક અને ગાડીઓને તેની પાસે રાખવા માગે છે પ્રભાસ આ કાર અને બાઈકને તેના પર્સનલ કલેક્શનનો ભાગ બનાવવા માગે છે.

ફિલ્મને ધ્યાન રાખતા પ્રભાસ તેના લુક પર ઘણો કામ કરતો જોવા મળે છે. બાહુબલીના બન્ને ભાગમાં તેના લુકને જોઈને માની શકાય છે. સાહો માટે પ્રભાસે ૭ થી ૮ કિલો વજન ઓછુ કર્યું હતું. એક્શન થ્રીલર ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. ભારતની પહેલી બહુભાષી ફિલ્મ હિન્દી, તેલુગુ અને તામિલમાં એક સાથે શૂટ કરવામાં આવશે. આ સિવાય ફિલ્મમાં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ જેવા સ્ટાર્સની હાજરી પણ રહેશે.

Share This Article