પ્રભાસની લેટેસ્ટ તસવીરો થઇ વાઇરલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિલ્મ બાહુબલી પહેલા પ્રભાસને વધારે લોકો ઓળખતા નહોતા, બાહુબલીએ પ્રભાસને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી છે.  ત્યારબાદ ડાર્લિંગ પ્રભાસની દરેક હરકત પર લોકોની નજર રહે છે. પ્રભાસ હાલમાં સાહોના શૂટિંગમાં વ્યસ્ત છે. સેટ પરની અમુક તસવીરો વાઇરલ થઇ છે.

સુજીત રેડ્ડી ફિલ્મના ડિરેક્ટર છે, અને તે ખુબ ધ્યાન રાખી રહ્યા છે કે ફિલ્મના કોઇ પણ સીન કે સ્ટોરી લીક ના થાય, પરંતુ ફિલ્મનો ક્રેઝ એટલો છે કે પ્રભાસની તસવીર લીક થઇ જ ગઇ.

KP.com Prabhas02

અત્યારે ફિલ્મનું શૂટિંગ દુબઇમાં ચાલી રહ્યું છે અને દુબઇમાં ફિલ્મની ચેઝીંગ સિકવન્સ શૂટ થઇ રહી છે. લીક થયેલી તસવીરમાં પ્રભાસ બાઇક પર બેઠેલો દેખાય છે. સાહો એક હાઇ એક્શન ફિલ્મ છે. જેમાં જબરજસ્ત એક્શન સિન્સ હશે. ૨૦૦ કરોડના ખર્ચે આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તામિલમાં બનશે.

KP.com Prabhas03

પ્રભાસ સાથે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, જેકી શ્રોફ, નીલ નિતીન મુકેશ, મહેશ માંજરેકર મંદિરા બેદી પણ છે. ફિલ્મમાં ઘણા સીન અંડર વોટર શૂટ થયેલા છે. પ્રભાસે આ સીન માટે સ્કૂબા ડાઇવિંગની ટ્રેનિંગ પણ લીધી છે.

KP.com Prabhas04

પ્રભાસ ફિલ્મમાં ચોર છે કે પોલીસ તે હજૂ સુધી ખબર નથી પડી શકી, પરંતુ ડાર્લિંગના ફેન્સ તેની આ ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

Share This Article