પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા માટેની તૈયારી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ :  લગ્ન કર્યા બાદ દિપિકા ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. તેની પાસે નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. હવે દક્ષિણ ભારતના સુપરસ્ટાર  પ્રભાસ સાથે તે એક ફિલ્મ કરે તેવી શક્યતા છે. હાલમાં તે શ્રદ્ધા કપુરની સાથે પણ એક ફિલ્મ કરી રહ્યો છે. દિપિકાની ફિલ્મને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી.  બાહુબલીની વિક્રમી સફળતા બાદ હવે પ્રભાસને લઇને ફિલ્મો બનાવવા માટે નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરવામાં લાગી ગયા છે. પ્રભાસે હજુ સુધી બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેના પર તમામની નજર છે. તે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે.

તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે હોટકેક બનેલા સ્ટાર તરીકે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રી શ્રદ્ધા કપુર એક ફિલ્મમાં તેની સાથે કામ કરવા જઇ રહી છે. સાહો ફિલ્મમાં આ બન્નેની જાડી જાવા મળનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બોલિવુડની  ફિલ્મમાં તેની સાથે દીપિકા નજરે પડી શકે છે. એમ કહેવામાં આવે છે કે પ્રભાસ ટુંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરી લેશે. આ ફિલ્મને ત્રણ વર્ષ પહેલા જ મંજુર કરવામાં આવી હતી. એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતા દીપિકાનો સંપર્ક પણ કરી ચુક્યા છે. જો કે વાતચીત હાલમાં જારી છે.

દીપિકાએ ફિલ્મને લઇને હજુ સુધી કોઇ મંજુરી આપી નથી. તે નવી ફિલ્મમાં અન્ય કલાકારો સાથે જાવા મળી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જો દીપિકા સાથે વાત બનશે નહી તો આલિયા ભટ્ટ અથવા તો કેટરીના કેફને લેવામાં આવી શકે છે. જા કે દીપિકા માની જાય તેમ માનવામાં આવે છે. કારણ કે પ્રભાસ સાથે ફિલ્મ કરીને તેની લોકપ્રિયતા અનેક ગણી વધી શકે છે.

Share This Article