પ્રભાસ તેમજ શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇને ઉત્સુકતા વધી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: શ્રદ્ધા કપુર અને બાહુબલી  ફિલ્મના અભિનેતા પ્રભાસની જોડી હવે નવી ફિલ્મ સાહોમાં નજરે પડનાર છે.  આ ફિલ્મનુ શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મને હાલના કાર્યક્રમ  મુજબ વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે.  ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. પ્રભાસ અને શ્રદ્ધા ફિલ્મમાં સાથે દેખાશે તેવા હેવાલ આવ્યા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે.આ ફિલ્મ ત્રણ ભાષામાં બની રહી છે.  જેથી ઉત્સુકતા વધી ગઇ છે.

હવે મળેલી માહિતી મુજબ ફિલ્મમાં અનેક હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર કામ કરવા જઇ રહ્યા છે. જેમાં જેકી શ્રોફ, ચંકી પાન્ડે અને મહેશ માંજરેકર કામ કરી રહ્યા છે. ટીનુ આનંદ પણ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વિજય કુમારના પુત્ર અને પ્લે બેક સિંગર અરૂણ વિજય પણ કામ કરનાર છે. ફિલ્મમાં મલયાલમ સ્ટાર મિસ્ટર લાલ પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત નીલ નિતિન મુકેશની પણ ભૂમિકા છે. આ ફિલ્મ હાઇટેક એક્શન ડ્રામાં ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં બની રહી છે.  ફિલ્મમાં હાઇટેક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મની પટકથા સુજીતે લખી છે. નિર્દેશનની જવાબદારી પણ તે પોતે અદા કરી રહ્યા છે. આ ફિલ્મ એપ્રિલમાં રજૂ કરવામાં આવનાર છે.  દેશભરમાં બાહુબલી નામથી પ્રભાસ વધારે ઓળખાય છે. તે ફિલ્મ જગતના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે.શ્રદ્ધા કપુરને પણ મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે.

ફિલ્મ શ્રદ્ધા કપુર માટે ઉપયોગી છે. પ્રભાસ સાથે ફિલ્મ આવ્યા બાદ શ્રદ્ધા કપુરની કેરિયરમાં તેજી આવી શકે છે. સાથે સાથે તેને દક્ષિણ ભારતની કેટલીક અન્ય મોટી ફિલ્મો હાથ લાગી શકે છે. બીજી બાજુ પ્રભાસ હવે હિન્દી ફિલ્મોમાં પણ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. કેટલાક નિર્માતા તરફથી તેને ઓફર કરવામાં આવી ચુકી છે.

Share This Article