પર્યાવરણને બચાવી લેવા માટેની વાત તો અમે તમામ કરીએ છીએ. પરંતુ દેશના દુરગામી વિસ્તારોમાં રહેતી પ્રભા દેવીએ એવુ કામ કરી બતાવ્યુ છે જેના કારણે તમામ લોકો તેમની પાસેથી પ્રેરણા લઇ શકે છે. પોતાના ઘરની ચાર દિવાલની વચ્ચે બેસીને સામાન્ય રીતે પર્યાવરણને લઇને અમે વાતો તો કરતા રહીએ છીએ પરંતુ આ વાતો માત્ર વાત બનીને જ રહી જાય છે. અમે આ દિશામાં કોઇ નક્કર પગલા લઇ શકતા નથી. પરંતુ કેટલાક અસામાન્ય લોકો હોય છે કે જે કામ કરીને પણ બતાવે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયોગની પ્રભા દેવી સેમવાલ એવી જ એવી ઝનુની મહિલા છે જે એકલા પોતાના દમ પર ૫૦૦ કરતા વધારે વૃક્ષ લગાવી ચુકી છે. કઇ રીતે પ્રભા દેવી વૃક્ષ લગાવનાર દાદી બની ગયા તે પણ રોચક બાબત છે. આજે જ્યાં વિકાસના નામ પરપ આંખ બંધ કરીને વૃક્ષો અને વન્ય વિસ્તારોને સાફ કરવામાં આવી રહ્યા છે ત્યારે ૫૦૦ કરતા વધારે વૃક્ષ લગાવીને પ્રભા દેવીએ કેટલાક નવા દાખલા બેસાડી દીધા છે. આ તમામ વૃક્ષોને માત્ર લગાવ્યા જ નથી બલ્કે તેમને વિકસિત કરવાનુ પણ કામ કર્યુ છે. પ્રભા દેવી આજે દેશ અને દુનિયાની સામે દાખલા બેસાડી રહ્યા છે. તેમના દ્વારા લગાડી દેવામાં આવેલા વૃક્ષોના કારણે ગામમાં એક વન્ય વિસ્તાર જ તૈયાર થયા છે. તેઓ દાદીના નામથી લોકપ્રિય છે. તેમના ઘરમાં પણ જુદા જુદા પ્રકારના ફળ અને અન્ય વૃક્ષો રહેલા છે. તેઓ આ વૃક્ષોને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે. વૃક્ષોથી તેઓ એક દિવસ પણ અલગ થતા નથી. તેઓએ આગામી પેઢીને એક એક વિરાસત આપવાનુ કામ કરી રહ્યા છે જે તમામ માટે પ્રેરણા સમાન રહેશે. આગામી પેઢીને આપવામાં આવેલી આ વિરાસત અનમોલ છે. તેમનાથી પ્રેરણા લઇને અન્ય લોકો પણ આગળ વધી રહ્યા છે. વૃક્ષો લગાવી રહ્યા છે. પ્રભા દેવી પોતાના જીવનના ૧૫-૧૬ વર્ષ પૂર્ણ કરી રહ્યા હતા ત્યારે જ તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. પરિવારથી અલગ થયા બાદ તેઓ એક સંયુક્ત પરિવારમાં વધુ તરીકે હતા.
આવી સ્થિતિમાં વહેલી તકે ઉઠીને દુરગામી વિસ્તારોમાંથી જઇને પાણી લાવવા સહિતના કામ કરતા હતા. તેમની રોજની કસરતમાં આ તમામ બાબતોને સામેલ કરવામાં આવી હતી. જો કે તેમના મનમાં કુદરત પ્રત્યે જે પ્રેમની ભાવના હતી તે એ વખતે બહાર નિકળી હતી જ્યારે તેઓ દરરોજની વ્યસ્ત લાઇફમાંથી બહાર નિકળીને આગળ વધી રહ્યા હતા. સાથે સાથે વૃક્ષો લગાવવા માટેની શરૂઆત કરી રહ્યા હતા. તેઓ વૃક્ષ લગાવીને ભુલી જતા ન હતા. જો કે પૂર્ણ દેખરેખ પણ કરતા હતા. પ્રભા છ બાળકોના માતા છે. સાથે સાથે આજે અનેક બાળકોના દાદી તરીકે છે. પ્રભા દેવીએ રુદ્રાક્ષ અને કેસર સહિત અનેક પ્રકારના વૃક્ષો લગાવ્યા છે. એવા વૃક્ષો પણ લગાવ્યા છે જે અગાઉ ક્યારેય પણ જોવા મળતા ન હતા. કુદરત પ્રત્યે તેમની આ ભાવના નિસ્વાર્થ રીતે જોઇ શકાય છે. તેમના દ્વારા લગાવવામાં આવેલા વૃક્ષોના કારણે તેમની દરરોજની જરૂરિયાતો પૂર્ણ થઇ રહી છે. વયના ૭૦ દશક પૂર્ણ કરી દેવામાં આવ્યા બાદ તેઓ ક્યારેય ખાલી બેસતા નથી. સુર્યોદય થતા આજે પણ તેઓ નિયમિત રીતે ઉઠી જાય છે અને કામ પર લાગી જાય છે.
તેમના બાગ બગીચા અને વન્યમાં લાગેલા વૃક્ષોના કારણે ફળ તમામ લોકો ખાય છે. આજ તમામ લોકો તેમનાથી પ્રેરણા લઇને આગળ વધી શકે છે. જ્યારે પણ પોતાના ગામમાં જવાની તક મળે ત્યારે એક વૃક્ષ ચોક્કસપણે લગાવવામાં આવે તે જરૂરી છે. આજે આ જરૂરી છે જે લોકો શહેરોમાં પોતાના કામની ભાગદોડમાં વ્યસ્ત રહે છે તે પર્યાવરણ પર ધ્યાન આપી શકતા નથી. જે લોકો પર્યાવરણ પર ધ્યાન આપી શકતા નથી તેમને અપીલ છે કે જ્યારે પણ પોતાના ગામમાં જાય ત્યારે એક વૃક્ષ ચોક્કસપણે લગાવે. તેમની કાળજી લેવામાં આવે તે જરૂરી છે. પર્યાવરણને જાળવવા અને તેના રક્ષણની વાતો તો મોટી મોટી વર્ષોથી કરવામાં આવે છે પરંતુ આ દિશામાં કોઇ દાખલારૂપ પહેલ કરવામાં આવતી નથી. જેના કારણે હાલના સમયમાં જટિલ સમસ્યા સર્જાઇ રહી છે. એક પછી એક કુદરતી ખતરા ઉભા થઇ રહ્યા છે.
પર્યાવરણના મુદ્દા પર વૈજ્ઞાનિક સમુદાયના લોકો તરફથી પણ અનેક સારી રજૂઆત અને ભલામણો હાલના વર્ષોમાં કરવામાં આવી હોવા છતાં આ દિશામાં ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. વધારે સમય સુધી વરસાદ, દુકાલ અને અન્ય કુદરતી આફતો આવવા માટેના કારણ તરીકે તેને જોઇ શકાય છે.