મુંબઈ: આગ, પૃથ્વી, પવન અને પાણી, પરંતુ પાંચમું તત્ત્વ શું છે? જોતા રહો પાવર ઓફ પાંચ ખાસ ડિઝની+ હોટસ્ટાર પર રિલીઝ થશે. પંચગીરીની પાર્શ્વભૂમાં પાવર ઓફ પાંચ બેલા (રિવા અરોરા) તેની ત્ર્યસ્ત માતાની તલાશમાં નીકળી પડતાં અઘોષિત જાદુ અને અલૌકિક તત્ત્વોથી ભરચક આંચકાજનક કિસ્સાઓનો સામનો કરવો પડે છે. બાલાજી ટેલિફિલ્મ્સ લિ.ના બેનર હેઠળ એકતા આર કપૂર દ્વારા નિર્મિત પાવર ઓફ પંચમાં સ્ટાર્સ ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી રિવા અરોરા, આદિત્ય રાજ અરોરા, જયવીર જુનેજા, બિયાન્કા અરોરા, યશ સેહગલ, ઉર્વશી ધોળકિયા, બરખા બિશ્ત, તન્વી ગડકરી, અનુભા અરોરા, ઓમર કંધારી, સાગર ધોળકિયા, પંકજ વિષ્ણુ અને ઈન્દર બાજવા અને અન્યો છે. સિરીઝ 17મી જાન્યુઆરી, 2025થી ફક્ત ડિઝની+ હોટસ્ટાર પરથી પ્રસારિત થશે.
ઉર્વશી ધોળકિયા ઉમેરે છે, “એકતા સાથે સહયોગ હંમશાં ખુશી આપે છે, જેની સાથે મારા દીર્ઘ સ્થાયી અને વિશેષ સંબંધ છે. તે એવા પાત્રો નિર્માણ કરવામાં માહેર છે, જેની સાથે આપણે પોતાને જોડી શકીએ અને પ્રભાવશાળી પણ હોય છે. પાવર ઓફ પાંચમાં મારી ભૂમિકા પણ તેવી જ છે. અભિનેત્રી તરીકે હું હંમેશાં મજબૂત અને વૈવિધ્યપૂર્ણ પાત્રોને અવાજ આપવામાં માનું છું. મને કડક અને શિસ્તપ્રિય યુનિફોર્મધારી અદિકારીની ભૂમિકા ભજવવાની તક મળી, જે માતૃત્વની ગૂંચ અને ખૂબીઓ વચ્ચે ઉત્તમ રીતે સંતુલન જાળવી રાખે છે ત્યારે હું ગદગદ થઈ ગઈ. શો કાલ્પનિક વાર્તા અને અસલ દુનિયાની ભાવનાઓનું સંમિશ્રણ છે, જે તેનાં નવાં અને જોશીલાં પાત્રો સાથે તેને અલગ તારવે છે.’’
બરખા બિશ્ત કહે છે, “પાવર ઓફ પાંચનો હિસ્સો બની તે પ્રવાસ અતુલનીય છે. શો દરેક સાથે ઊંડાણથી સુમેળ સાધતી થીમમાં ડોકિયું કરાવે છે. આ વાર્તા સાહસ, ભાવનાઓ અને સંબંધોનું સંમિશ્રણની છે, જે ઊજવવા હું ભારે ઉત્સુક હતી. વળી, પ્રતિભાશાળી અને ગતિશીલ કલાકારો સાથે કામ કરવા મળતાં સેટ પર દરેક અવસર ખરેખર વિશેષ બનાવે છે. ટીમ તરીકે અમને આશા છે કે અમે ડિઝની+ હોટસ્ટાર જેવા મંચના ટેકા સાથે વિશાળ દર્શકો સાથે જોડાણ સાધી શકું.”
યશ સેહગલ કહે છે, “યુવા અભિનેતા તરીકે પાવર ઓફ પાંચનો હિસ્સો બનવું તે સપનું સાકાર થવા જેવું છે. શોએ મને અતુલનીય ઊંડાણ અને પડકારો સાથેના પાત્રની ખોજ કરવાની તક આપી અને અંગત અને વ્યાવસાયિક રીતે વૃદ્ધિ કરવા મને આધાર આપ્યો છે. સેટ પર અમે નિર્માણ કરેલી મૈત્રી અને આવા અનુભવી કલાકારો અને ક્રુના ટેકાઓ આખો પ્રવાસ અવિસ્મરણીય બનાવી દીધો. હું એકશન, ઈમોશન અને ભરપૂર મનથી ભરચક આ અનોખી વાર્તા દર્શકો અનુભવે તે માટે ઉત્સુક છું.’’
રિવા અરોરા ઉમેરે છે, “સુપરપાવર્સ સાથે આવું ગતિશીલ પાત્ર ભજવવું તે રિલેટેબલ છે અને હું હંમેશાં તે જ ચાહતી હતી. પાવર ઓફ પાંચ રિલીઝ થતાં હું સાતમા આસમાનમાં વિહરી રહી છું. હું ખરેખર માનું છું કે આવા સ્તરના શો સાથે અભિનયની વાત આવે ત્યારે મને મારી સર્વ સીમાઓને પાર કરી છે અને મારા સહ-કલાકારો સાથે ઉત્તમ મૈત્રી બનાવી છે. આ શો દર્શકોનું મનોરંજન કરવા સાથે સંબંધો, મૈત્રી અને ભીતરની શક્તિ પર પણ પ્રકાશ પાડશે. મને આશા છે કે પાવર ઓફ પાંચ અમે સપનું જોયું છે તેનાથી પણ વધુ લાંબો સમય દર્શકો સાથે રહેશે.’’