સંયુક્ત રાષ્ટ્રના નવેસરના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ગરીબોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૬ના મધ્યમાં ૨૭.૦૧ કરોડ લોકો ગરીબી રેખાની નીચે હતા. જે હવે આનાથી દુર થઇ ગયા છે. એટલે કે આ લોકો ગરીબી રેખામાંથી ઉપર ઉઠી ચુક્યા છે અને ગરીબીમાંથી બહાર આવી ચુક્યા છે. રિપોર્ટમાં વાત કરવામાં આવી છે કે ભોજન બનાવવા માટે ફ્યુઅલ, પોષણ અને સાફ સફાઇ જેવી ચીજામાં ગુણાત્મક સુધારાના કારણે લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. રિપોર્ટ તૈયાર કરવા માટે ૧૦૧ દેશના ૧.૩ અબજ લોકો પર ધ્યાન આપવામાં આવ્યુ છે. આમાં ગરીબીનુ મુલ્યાંકન માત્ર આવકને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યુ નથી.
બલ્કે આરોગ્યની ખરાબ સ્થિતી, કામકાજની ખરાબ ગુણવત્તા અને હિંસના ખતરા જેવા મુલ્યોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ તમામ મુદ્દાને ધ્યાનમાં લઇને અભ્યાસ કરવામાં આવ્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલા હેવાલથી ચોક્કસપણે સંતોષ થાય છે. રિપોર્ટ કહે છે કે દક્ષિણ એશિયન દેશોમાં ગરીબીને લઇને વધારે સારુ કામ થયુ છે. સાથે સાથે અહીં ગરીબીની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારત અને કમ્બોડિયા જેવા દેશોમાં ગરીબીને દુર કરવામાં ખુબ સારુ કામ થયુ છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ સિવાય વર્લ્ડ પોવર્ટી ક્લોકના હેવાલ પર વિશ્વાસ કરવામા ંઆવે તો કહી શકાય છે કે અમારા દેશમાં દરેક એક મિનિટમાં ૪૪ લોકો ગરીબીની નીચીથી બહાર નિકળી રહ્યા છે.
જા કે વિશ્વ બેંક આના કરતા અલગ રીતે વિચારે છે. તેનુ માનવુ છે કે હાલમાં ભારતમાં દુનિયાની એક તૃતિયાશ ગરીબી વસ્તી રહે છે. તેમાંથી ૩૨.૭ ટકા એવી વસ્તી છે જે ૧.૨૫ અમેરિકી ડોલર કરતા પણ ઓછી રકમથી ગુજારો કરે છે. જ્યારે ૬૮.૭ ટકા એવી વસ્તી છે જે બે ડોલર કરતા પણ ઓછા પર ગુજારો કરે છે. હવે જમીની વાસ્તવિકતા સમજવામાં આવે તો કહી શકાય છે કે કઇ રીતે કાગળ પર ગરીબો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે પ્રયાસો ભલે થયા ન હોય પરંતુ સરકારી કાગળમાં આ કામ સારી રીતે થાય છે. વર્તમાનમાં ભારતમાં ગરીબી માટે માપદંડ જ સવાલના ઘેરામાં રહે છે. અહીં શહેરી વિસ્તારોમાં ૨૮.૬૫ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં ૨૨.૪૨ રૂપિયા પ્રતિદિન ખર્ચ કરનાર લોકો ગરીબ નથી.
અર્થ એ થયો કે જા તમે શહેરી વિસ્તારમાં મહિને ૮૫૯ રૂપિયા અને ગ્રામીણ વિસ્તારમાં ૬૭૨ રૂપિયા મહિને કમાવી લો છો તો તમે ગરીબી નથી. હવે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉઠે છે કે આ પરિભાષા કેટલી હદ સુધી યોગ્ય રહેલી છે. કારણ કે જે નીતિ આયોગને ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે તે જ આ આંકડાથી સંતુષ્ટ નથી. વર્ષ ૨૦૦૪-૦૫માં યોજના આયોગે ગરીબી માટે પ્રતિ દિન ૩૨ રૂપિયા નિર્ધાિરત કરવા માટેની દલીલ કોર્ટમાં આપી હતી. ગરીબોને લઇને હવે ગંભીર દેખાઇ રહ્યા છીએ કે કેમ તે મોટો પ્રશ્ન થઇ રહ્યો છે. ગરીબીને લઇને વધારે નક્કર માપદંડ સ્થાપિત કરીને આ દુષણની સામે લડવાની તાકીદની દેખાઇ રહી છે.