અમદાવાદ : ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાને દેશભરમાં સૌથી વધુ બટાકાની ઉપજ ધરાવતા જિલ્લા તરીકેનું સ્થાન મળ્યું છે. અગાઉ આ સ્થાન ઉત્તરપ્રદેશનાં આગ્રા જિલ્લા પાસે હતું. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ૫૬૦૦૦ હેક્ટર કૃષિ વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું છે. જેમાંથી ૧૭.૫૦ લાખ ટન બટાકાની ઉપજ થવાનો અંદાજ છે. ગુજરાતનાં ચાલુ વર્ષનાં ૩૮ લાખ ટનનાં લક્ષ્યાંક સામે માત્ર બનાસકાંઠા જિલ્લામાંથી જ આટલો પાક ઉતરવાની ધારણા છે. બનાસકાંઠા જિલ્લામાં થયેલા વાવેતરમાં હેકટર દીઠ ૨૮ લાખ ટન બટાકાની ઉપજ થવાનો અંદાજ છે. ઉપલબ્ધ કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા ૨૨ લાખ ટનની છે.
આમ, ખેડૂતો બટાકાનાં વાવેતરમાંથી સારી ઉપજ અને કમાણીની આશા રાખી શકે છે. કોર્પોરેટ ખરીદદારોની પુછપરછો પરથી બટાકાનાં પાકમાંથી સારા વળતરની આશા છે અને રવિ ૨૦૧૮ પહેલાં બટાકાની સફળ મોસમ હોવાનો અંદાજ છે. મુંબઈ સ્થિત ઈન્ડોફિલ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ રવિ ૨૦૧૮ બટાકા સંરક્ષણ ઝુંબેશ (પીપીસી)નો ગુજરાતનાં બનાસકાંઠા અને પાડોશી જિલ્લાઓનાં આરંભ કર્યો છે. ઈન્ડોફિલે ૩૦ જેટલા તાલીમબધ્ધ કૃષિ દૂતોને ખેડૂતો સાથે કામ કરવા અને રવિ ૨૦૧૮માં તંદુરસ્ત તેમજ વિક્રમજનક બટાકાનાં પાકને ઉતરતો જોવા મોકલ્યા છે. આ અંગે ઈન્ડોફિલ ઈન્ડસ્ટ્રીઝ લિ.નાં સિનિયર મેનેજર મહેશકુમાર ખંભાતેએ જણાવ્યું હતું કે, ખેતરો, મંડીઓ અને ડિલરો ડિસ્ટ્રીબ્યુટર કેન્દ્રોમાં ખેડૂતોનાં તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતનાં ખેડૂતોને બટાકાના પાકમાં જીવાતો, કિટાણુઓ અને રોગો જેવી કટોકટીનો સામનો કરવો પડે છે. આથી તેમને આ રોગોનાં નિદાનની પૂર્વ ટેકનિક માટે તેમજ બટાકાનાં પાકનાં સંરક્ષણ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
બિયારણ ટ્રીટમેન્ટ પ્રોડક્ટો જેવી કસ્પ્રીન્ટ દ્વારા જમીનમાંથી ઉદભવતા રોગો સામે રક્ષણ મળે છે. ઈન્ડોફિલ એમ૪૫ અને ઈન્ડોફિલ ઝેડ૭૮ દ્વારા ખેડૂતોને અર્લી બ્લાઈટ અને લેટ બ્લાઈટ જેવા ઘાતક રોગો સામે રક્ષણ મળે છે. આ બંને રોગો બટાકાનાં પાકનાં પોષક તત્વો માટે પણ અગત્યના છે. યુરોફિલ દ્વારા પાકનું શ્રેષ્ઠ કવરેજ મળે છે. યુરોફિલ વપરાશકાર મિત્ર છે અને ફાઈન નોઝલ સ્પ્રેઝ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઈન્ડોફિલની સ્પેશ્યાલિટી પ્રોડક્ટો જેવી કે મોક્સિમેટ અને મેટકોથી લેટ બ્લાઈટ રોગ નિયંત્રણમાં આવે છે.મેટકોને બટાકાનાં પાકમાં પાછળથી પણ વાપરી શકાય છે. ઈન્ડોફિલનાં સુસંશોધિત વપરાશકારમિત્ર અને વ્યાજબી ભાવની પ્રોડક્ટોને કારણે બટાકાનાં પાકનાં વિવિધ તબક્કાઓનાં રોગોનાં આક્રમણ સામેથી બચી શકાય છે.