પશ્ચિમી રેલવેના મુંબઇ ડિવિઝનના વિલે પાર્લે- અંધેરી સ્ટેશનમાં આજે સવારે આશરે અંધેરી રેલવે સ્ટેશન નજીક આવેલો રોડ ઓવર બ્રિજનો એક ભાગ તૂટી જઇને રેલવેના પાટાઓ પર પડ્યો. આ ઘટનાને કારણે ઓવરહેડ ઇલેકટ્રિક લાઇનોને નુક્શાન પહોંચ્યું છે.
આ ઘટનાથી ગોરેગાંવ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે બન્ને તરફથી રેલગાડીયોની અવર-જવર થંભી ગઇ છે. આ ઘટનામાં ૫ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તરત જ હોશ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવેના ડોક્ટર્સની વિશેષ ટીમ ઘાયલોની સારવારમાં જોડાઇ ગઇ હતી.
આ ઘટનાને પગલે પશ્ચિમી ઉપનગરીય રૂટના ટ્રાફિકને ગોરેગાંવ સ્ટેશન અને બ્રાદ્રા સ્ટેશનની વચ્ચે રોકી દેવામાં આવ્યો છે. વિરાર તથા ગોરેગાંવ સ્ટેશનો અને બ્રાંદ્રા તથા ચર્ચગેટ સ્ટેશનોની વચ્ચે લોકલ ટ્રેનોની અવર-જવર સામાન્યરૂપથી શરૂ થઇ ગઇ છે. આ ઘટનાની તપાસ સીઆરએસને સોંપવામાં આવી છે.