ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવનાર સંબંધિક તમામને કઠોર પ્રકારના આદેશ વારંવાર કરવામાં આવ્યા હોવા છતાં પોર્ન દુષણને રોકવામાં પૂર્ણ સફળતા હાંસલ થઇ રહી નથી. આના માટેના અનેક કારણ રહેલા છે. પોર્ન દુષણને રોકવા માટેના તમામ પ્રયાસ સતત થઇ રહ્યા હોવા છતાં સ્થિતી પર કાબુ મેળવી લેવામાં સફળતા ન મળતા મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. બાળકો આના શિકાર વધારે તઇ રહ્યા છે. સરકારે દેશમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવનાર સર્વિસ પ્રોવાઇડર્સને થોડાક સમય પહેલા ૮૨૭ પોર્ન વેબસાઇટ્સને બ્લોક કરી દેવા માટેનો આદેશ જારી કર્યો હતો. આ આદેશ એ વખતે આવ્યો હતો જ્યારે ઉત્તરાખંડની એક સ્કુલમાં રેપ બાદ આરોપીએ ખુલાસો કર્યો હતો કે તે રેપ પહેલા પોર્ન વેબસાઇટ જોઇને આવ્યો હતો.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને ઉત્તરાખંડ સરકારે રજૂઆત કરી હતી. ત્યારબાદ ઉત્તરાખંડ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે પોર્ન સાઇટ્સને બંધ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં તો તે પહેલાથી કેટલીક અરજી આ વિષયને લઇને કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજી કરવામાં આવી છે. જેમાં પોર્ન સાઇટ્સને બ્લોક કરવા માટેની માંગ કરવામાં આવી ચુકી છે. જો કે હજુ સુધી આ બાબતમાં પૂર્ણ સફળતા તો દુર રહી અડધી સફળતા પણ હાંસલ થઇ શકી નથી. સરકારે પણ માત્ર ચાઉલ્ડ પોર્નોગ્રાફી વાળ સાઇટસ બંધ કરવા માટે અપીલ કરી હતી. આવી સ્થિતીમાં સવાલ થાય છે કે ભારતમાં પોર્ન સાઇટ્સને કેમ બંધ કરી શકાઇ નથી. જાણકાર લોકો નક્કરપણે માને છે કે પોર્નોગ્રાફી સાઇટ્સને બ્લોક કરવા માટે હાલમાં દેશમાં જે કાયદા અને કાનુન છે તે પુરતા નથી. આ પ્રકારની સાઇટ્સને બ્લોક કરવા માટે સુપ્રમ કોર્ટમાં પાંચ વર્ષ પહેલા અરજી દાખલ કરવામાં આવી હતી. સમય સમય પર સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ પણ આપવામા આવી ચુક્યા છે. સાથે સાથે સરકારે પગલા લેવાની પણ વાત કરવામાં આવી હતી.
જો કે હજુ સુધી આ પ્રકારની સાઇટ્સને બ્લોક કરવામાં સફળતા હાંસલ થઇ નથી. સુપ્રીમ કોર્ટમાં આને લઇને દાખલ કરવામાં આવેલી અરજીમાં એડવોકેટ કમલેશ વાસવાનીએ કહ્યુ છે કે ઇન્ટરનેટને લઇને કોઇ કાયદા ન બનાવી શકવાની સ્થિતીમાં પોર્ન વિડિયોને પ્રોત્સાહન મળી રહ્યુ નથી. પોર્ન સાઇટ્સ મહિલાઓ પ્રત્યે અપરાધને વધારે છે. આ તમામ બાબતો કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવી ચુકી છે. હકીકતમાં આઇપીસીની વર્તમાન જાગવાઇ મારફતે પોર્ન સાઇટ્સ અને વિડિયોને કન્ટ્રોલ કરવાન બાબત મુશ્કેલરૂપ બનેલી છે. સુપ્રીમ કોર્ટ વિમેન લોયર્સ એસોશિએશનના પ્રમુખ મહાલક્ષ્મી પવની તરફથી વર્ષ ૨૦૧૫માં પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમનુ કહેવુ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. એ વખતે કેન્દ્ર સરકારે ૮૫૭ પોર્ન સાઇટ્સ ૬ણ દિવસ માટે બ્લોક કરી દીધી હતી. પરંતુ મોડેથી કહ્યુ હતુ કે આ શક્ય નથી. માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફીવાળ સાઇટ્સ બ્લોક કરવાન વાત કરવામાં આવી હતી. હજુ સુધી મામલો પેન્ડિંગ છે. આઇપીસી અને આઇટી એક્ટમાં જે જોગવાઇ રહેલ છે તે હેઠળ પોર્નોગાફીને પ્રોત્સાહન આપવા અને શેયર કરવાની બાબત અપરાધ તરીકે છે.