નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વાત કર્યા બાદ ભારતમાં વસ્તી વિસ્ફોટને લઇને એક નવી ચર્ચા નવેસરથી છેડાઇ ગઇ છે. મોદીએ વસ્તી વિસ્ફોટની સમસ્યાને ઉઠાવીને નાના પરિવાર ધરાવતા લોકોની પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે વસ્તી વિસ્ફોટ આવનાર પેઢી માટે સમસ્યા ઉભી કરે છે. એમ માનવામાં આવી રહ્યુ છે કે ભારત આવનાર સમયમાં દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતા ચીનને પાછળ છોડી દેશે. અલબત્ત સંયુક્ત રાષ્ટ્રનુ માનવુ છે કે ભારતની જનસંખ્યા વૃદ્ધિ સ્થિર છે. ભવિષ્યમમાં દેશની વસ્તીની ગતિ ઘટવા લાગી જશે.
દુનિયાભરમાં પ્રજજન દર ૨.૧ને રિપ્લેસમેન્ટ રેટ તરીકે ગણવામાં આવે છે. આનો અર્થ એ થયો કે વસ્તીને સ્થિર રાખવા માટે સરેરાશ એક મહિલા૨.૧ બાળકને જન્મ આપશે. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો પ્રજજન દરમાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થઇ રહ્યો છે. ભારતમાં હાલમાં દર ૨.૨ ટકાની આસપાસ છે. આગળના દશકમાં તેના બે ટકા કરતા પણ ઓછા રહેવાની શક્યતા છે. આગામી થોડાક વર્ષોમાં ભારતની વસ્તી ચીન કરતા આગળ નિકળી શકે છે.
વર્ષ ૨૦૬૦માં ૧.૬૫ અબજ વસ્તીની સાથે ભારતની વસ્તી પીક પર રહેશે. યુએનના અંદાજ મુજબ બારતની વસ્તીની ગતિ ત્યારબાદ ઘટવા લાગી જશે. જ્યારે આફ્રિકામાં વસ્તીની ગતિ વધી જશે. વર્ષ ૨૦૬૦ના દશકમાં ત્રણ અબજના આંકડા સુધી વસ્તી પહોંચી જશે. વર્ષ ૨૦૧૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૧૧ રાજ્યો એવા છે જ્યાં પ્રજજન દર ૨.૧ કરતા ઓછો છે. વર્ષ ૨૦૩૦ સુધી તમામ રાજ્યોમાં રિપ્લેસમેન્ટથી ફર્ટિલીટી રેટ ઓછો રહેશે. હાલના સર્વે મુજબ આનો અંદાજ મુકવામાં આવ્યો છે. ધાર્મિક દેશમાં આધાર પર આંકડા પર નજર કરવામાં આવે તો તમામ ધર્મમાં પ્રજજન દર ઘટી રહ્યો છે. ભારતના ખુશાલ ગણાતા જૈન ધર્મમાં પ્રજજન દર સૌથી ઓછો રહેલો છે. તમામ આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો હિન્દુમાં પ્રજજન દર ૧૭.૮ ટકાની આસપાસ ઘટ્યો છે. મુસ્લિમમાં આ દર ૨૨.૯ ટકાની ઘટ્યો છે. તમામ જુદા જુદા સર્વેમાં આ બાબત ઉભરીને સપાટી પર આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના દિવસે વસ્તી વિસ્ફોટની વાત કર્યા બાદ જોરદાર ચર્ચા દેશભરમાં નિષ્ણાંતોમાં છેડાઈ છે. વસ્તી વિસ્ફોટની સમસ્યા ભારતમાં નવી નથી. પરંતુ મોદીએ ૧૫મી ઓગસ્ટના દિવસે મુદ્દો ઉપાડ્યા બાદ ફરીવાર ચર્ચા શરૂ થઈ છે.