દેશની જનતા જાણે છે અન માને છે કે વસ્તી વિસ્ફોટ ભારતની તમામ સમસ્યાઓ પૈકી છે અને તમામ સમસ્યાઓની જડ પણ છે. જ્યાં સુધી દેશની વસ્તી વધારો અનિયંત્રિત રહેશે ત્યા સુધી દેશમાં અનેક મોટી સમસ્યા યથાવત રહેશે. કૃષિ માટે જમીન ઘટતી જશે. અંતમાં દેશમાં ફરી વા દુકાળ પડશે જેવા ૧૦૦ વર્ષ પહેલા પડતા હતા.જેથી દેશની જનતા ઇચ્છે છે કે સરકાર એવી નીતિ લાવે જેના કારણે વસ્તી વિસ્ફોટ પર અસરકારક રીતે કાબુ મેળવી શકાય. જાણકાર લોકો કહે છે કે ટ્રાફિક જામ, હોÂસ્પટલમાં ભીડ, ટ્રેનોમાં સીટ નહીં મળવાની બાબત, બેરોજગારી જેવી તમામ મોટી સમસ્યા માટે વસ્તી વિસ્ફોટ જવાબદાર છે. જા વસ્તી વિસ્ફોટ પર કાબુ મેળવી શકાય છે તો જ આ તમામ જટિલ અને સંવેદનશીલ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
સવાલ એ થાય છે કે જ્યારે પ્રાણીઓની સંખ્યા વધે છે તો તેના પર અકુશ મુકવા માટેની માંગ ઉઠવા લાગે છે. જા આવુ છે તો વસ્તી વિસ્ફોટને કાબુમાં લેવા માટે કેમ પગલા લેવામાં આવી રહ્યા નથી. ભારતમાં દશકોથી વસ્તી વિસ્ફોટના હેવાલ આવતા રહે છે. વસ્તી નિયંત્રણ માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેની અસર થઇ નથી. આજે આ મુદ્દાને વધારે ગંભીરતા સાથે હાથ ધરવાની જરૂર છે. કોઇ પણ રાજકીય પાર્ટી આ સંવેદનશીલ મુદ્દાને ઉઠાવી શકી નથી.
આ મુદ્દાને ઉઠાવવાથી રાજકીય પક્ષો ભયભીત રહે છે. તેમને નુકસાન થવાનો ભય રહે છે. તમામ લોકો આ બાબતથી વાકેફ હોવા છતાં વસ્તી વિસ્ફોટની જટિલ સમસ્યા પડકારરૂપ બનેલી છે. આજે દરેક ક્ષેત્રમાં ખુબ ઓછી સંખ્યા માટે વધારે પડતા દાવેદાર હોય છે. જેથી શિક્ષિત બેરોજગારની સમસ્યા વધારે ગંભીર બની રહી છે. આના માટે ચીન સહિતના દેશોમાં કેટલાક નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે જે પરિણામ આપી રહ્યા છે. જેથી ભારતમાં પણ ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે.