ભારતમાં વસ્તી વદ્ધિ માટેના જે કારણો છે તેમાં એક કારણ અનિચ્છુક ગર્ભ પણ છે. દરેક દસ જીવિત શિશુમાંથી આશરે પાંચ બાળક અનિચ્છુક અને બિન આયોજિત હોય છે. અનિચ્છુક ગર્ભના પરિણામ વ્યાપક કુપૌ,ણ, ખરાબ આરોગ્ય, શિક્ષણની નિચલી ગુણવત્તા, ભોજન પાણી અને આવાસ જેવી મુળભુત સંશાધનોની કમીના રૂપમાં જા શકાય છે. વર્ષ ૨૦૧૭માં કુલ ૨.૬ કરોડ બાળકોનો જન્મ થયો હતો. જે પૈકી ૧.૩ કરોડ બાળકોને અનિચ્છુકના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં ૨૦૧૮માં આશરે ૧૩૫ કરોડમાંથી ૪૩ કરોડ બાળકો એવા હતા જે અનિચ્છુક ગર્ભના પરિણામ તરીકે હતા. દેશમાં આશરે ૧.૩ કરોડ એવી મહિલાઓ છે જે બાળકોની ઇચ્છા રાખતી નથી. આ મહિલાને આધુનિક ગર્ભ નિરોધક ઉપાય સરળ રીતે મળી રહ્યા નથી. ગર્ભિનરોધકોની કમી, સ્ટોક ખતમ થવા અને અન્ય કારણોસર તેમની સમસ્યા અકબંધ રહી છથે. તબીબો અને અન્ય સંશાધનોની કમી પણ આના માટે કારણરૂપ છે.
અનિચ્છુક ગર્ભને સંપર્ણરીતે તો ખતમ કરી શકાય નહી પરંતુ એક દશકમાં તેના પર ખુબ વધારે પ્રમાણમાં અંકુશ મુકી શકાય છે. આના માટે નવપરિણિત જોડીને જરૂર મુજબ પરિવાર નિયોજન સેવાઓ સરળ રીતે ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. ૯૦ના દશકમાં આંધ્રપ્રદેશે આનો જોરદાર દાખલો બેસાડ્યો હતો. જો આંધ્રપ્રદેશ વસ્તીને નિયંત્રણમાં લાવી શકે છે તો બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ કામ કેમ કરી શકે તેમ નથી. ભારતને ગર્ભિનરોધક ઉપાયના માધ્યમથી એવી ખાતરી કરવી જોઇએ કે દરેક દંપતિની ઇચ્છા મુજબ જ બાળક થાય.