જરૂર હાલમાં આ દિશામાં વિચારણા કરવાની છે કે ગરીબના બાળકો પણ શિક્ષણના ક્ષેત્રમાં યોગ્ય સફળતા હાંસલ કરી શકે. સક્ષમ વર્ગના બાળકો જ માત્ર સક્ષમ ન બને બલ્કે જે લાયક છે તેને સફળતા હાંસલ કરવાની પુરતી તક આપવામાં આવે. વધારે સારી શિક્ષણ વ્યવસ્થાથી સક્ષમ બાળક ઉપરાંત ગરીબ વર્ગના બાળકો પણ પુરતી મહેનત કરીને સફળતા હાંસલ કરે તે દિશામાં પહેલ કરવાની જરૂર છે. ગરીબ વર્ગના બાળકોને પણ યોગ્ય પ્રોત્સાહન આપવાની જરૂરિયાત દેખાઇ રહી છે. શુ હકીકતમાં નીચલા વર્ગના બાળકોને સફળતા હાંસલ કરવા માટે યોગ્ય તક અને પ્રોત્સાહન મળી રહ્યા છે. આ પ્રશ્ન કરવામાં આવે તો મોટા ભાગે જવાબ નકારમાં રહે છે. પ્રદેશોમાં સરકારી સ્કુલોની સ્થિતી આજે પણ સારી નથી. પુરતી સુવિધા પણ નથી.
શહેરી સ્કુલોની સ્થિતી તો પ્રમાણમાં સારી છે. જા કે ગ્રામીણ વિસ્તારોમાં હાલત કફોડી છે. ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ લાંબા અંતર સુધી ચાલીને વિદ્યાર્થીઓ સ્કુલમાં પહોંચે છે. ખાસ કરીને વિદ્યાર્થીનિઓ માટે આ સમસ્યા વધારે જટિલ રહે છે. આ બાળકો સ્કુલ તો જાય છે પરંતુ ત્યાં ભણવાની બાબત તો દુરની છે ત્યાં બેસવા માટેની પણ યોગ્ય જગ્યા હોતી નથી. વરસાદના દિવસોમાં પણ સ્થિતી વધારે ખરાબ થઇ જાય છે. એ વખતે સ્કુલોમાં છત પરથી પાણી ટપકે છે. પહાડી અને મુશ્કેલ રસ્તાને પાર કરીને બાળકો પહોંચે છે પરતુ કેટલીક વખત ભણાવવા માટે શિક્ષકો હોતા નથી. આ સ્થિતી વિચારવા માટે મજબુર કરે છે.
આદિવાસી વિસ્તારોમાં તો સ્થિતી આના કરતા પણ વધારે ખરાબ બનેલી છે. આ પ્રકારની સ્થિતી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કુશળ બાળકોના વિકાસને રોકી રહી છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં સુવિધાના અભાવના કારણે મોટી સંખ્યામાં બાળકો શિક્ષણના તેમના મુળ અધિકારથી વંચિત રહી જાય છે. શિક્ષણના નબળા માળખાના કારણે સામાજિક વિકાસ આડે અડચણો ઉભી થઇ રહી છે. ગૃહમાં અમારી સરકારો શિક્ષણને વધારે યોગ્ય બનાવવા માટે દાવા કરે છે પરંતુ વાસ્તવમાં સ્થિતી કઇક જુદી છે. અનિયંત્રણ કાનગી ક્ષેત્ર માત્ર કમાણીમાં ધ્યાન આપે છે. શિક્ષણના માળખાના કારણે સમાજ બે ભાગોમાં વિભાજિત છે. સરકારી નિતીઓ અને રાજનીતિના કારણે સ્થિતી સુધરતી નથી. સમાજમાં દરેક વર્ગને પુરતી સુવિધા મળવી જોઇએ.